રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા24 મે, 2025| Super Admin

વાહન ચોરીના ગુનામાં છેલ્લા ૧૫ વર્ષથી નાસતો ફરતો આરોપી પકડાયો

વાહન ચોરીના ગુનામાં છેલ્લા ૧૫ વર્ષથી નાસતો ફરતો આરોપી પકડાયો
ડીસા શહેર દક્ષિણ પોલીસે રાજસ્થાની આરોપીને આબાદ ઝડપ્યો; બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના નાસતા ફરતા આરોપીઓ પકડવાના આદેશના અનુસંધાને, ડીસા શહેર દક્ષિણ પોલીસે ૧૫ વર્ષથી વાહન ચોરીના ગુનામાં ફરાર આરોપીને આબાદ ઝડપી પાડ્યો છે. ડીસા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સી.એલ.સોલંકીના માર્ગદર્શન હેઠળ અને પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ.ચૌધરીની સૂચના મુજબ, ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા. તે દરમિયાન, હ્યુમન સોર્સ મારફતે મળેલી ખાનગી બાતમીના આધારે, ડીસા શહેર દક્ષિણ ખાતે નોંધાયેલા વાહન ચોરીના ગુનાનો આરોપી ચંપાલાલ કિષ્નારામ જાટ (ગોદારા), ઉંમર ૪૨, ધંધો ખેતી, રહે. ભટાલા બાંગડવાકીઢાણી, તા.સણધરી, જી. બાલોત્રા (રાજસ્થાન) ને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી છેલ્લા ૧૫ વર્ષથી પોલીસ પકડથી બચતો ફરતો હતો. ડીસા શહેર દક્ષિણ પોલીસે સઘન તપાસ અને બાતમીના આધારે તેને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ કામગીરી બદલ ડીસા શહેર દક્ષિણ પોલીસની પ્રશંસા થઈ રહી છે.

સંબંધિત સમાચાર