રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી
બનાસકાંઠા9 જૂન, 2026| Super Admin

બનાસકાંઠામાં એ.સી.બી.નો સપાટો : ધરપડા ગ્રામ પંચાયતના સરપંચ પતિ રૂ.1.10 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

બનાસકાંઠામાં એ.સી.બી.નો સપાટો : ધરપડા ગ્રામ પંચાયતના સરપંચ પતિ રૂ.1.10 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

બનાસકાંઠા એન્ટી કરપ્શન બ્યુરો (એ.સી.બી.) દ્વારા આજે સફળ ટ્રેપ કાર્યવાહી હાથ ધરી ડીસા તાલુકાના ધરપડા ગ્રામ પંચાયત ના સરપંચના પતિ વધુજી સુરાજી સોલંકીને રૂ. 1,10,000 ની ગેરકાયદેસર લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, એક જાગૃત નાગરિકને ધરપડા ગ્રામ પંચાયત વિસ્તારમાંથી માટીની જરૂરિયાત હોઈ તેમણે માટી ઉપાડવા માટે ગ્રામ પંચાયતનો સંપર્ક કર્યો હતો. ગ્રામ પંચાયત દ્વારા સિંચાઈ વિભાગમાં માટી ઉપાડવા માટે ઠરાવ કરી અરજી કરવામાં આવી હતી. આ કામગીરી માટે આરોપી વધુજી સુરાજી સોલંકી, જે ધરપડા ગામના સરપંચના પતિ છે, તેમણે ફરિયાદી પાસેથી ધરપડા ગામના તળાવમાંથી માટી ખોદકામ કરવાની મંજૂરી આપવા બદલ રૂ. 1,10,000ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી.

ફરિયાદી લાંચની રકમ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે બનાસકાંઠા એ.સી.બી.નો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે એ.સી.બી. દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો. ટ્રેપ દરમિયાન જૂના ડીસા ખાતે ઢુવા ચોકડી જાહેર રોડ ઉપર આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કર્યા બાદ રૂ. 1,10,000ની લાંચની રકમ સ્વીકારી હતી. તે દરમિયાન એ.સી.બી.ની ટીમે આરોપીને રંગેહાથ ઝડપી પાડી લાંચની સંપૂર્ણ રકમ કબજે કરી હતી. આ ટ્રેપની કામગીરી બનાસકાંઠા એ.સી.બી. પોલીસ સ્ટેશન, પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર બી.જે. જોષીના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પાર પાડવા માં આવી હતી. સમગ્ર કાર્યવાહી નું સુપરવિઝન એ.સી.બી. બોર્ડર એકમ, ભુજના મદદનીશ નિયામક કે.એચ. ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ એ.સી.બી. રાજકોટ એકમના નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આરોપી વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

સંબંધિત સમાચાર