સિદ્ધપુરની ગોકુલ યુનિવર્સિટીના લો કોલેજમાં યુવતી પર યુવકે હુમલો કર્યો

યુવતી સાથે પૂર્વ સંબંધ ધરાવતા યુવકે યુવતીને વોશરૂમમાં ખેંચી જઈ છેડતી કરી...!
સિદ્ધપુરની ગોકુલ યુનિવર્સિટીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.જેમા એલએલબીનો અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે તેના પૂર્વ સંબંધ ધરાવતા યુવકે હુમલો કર્યો હોવાની મહેસાણાની યુવતીએ અમદાવાદના યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મળતી માહિતી મુજબ તા.૨૩ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ સવારે ૧૦-૩૦ વાગ્યે યુવક ગોકુલ યુનિવર્સિટીની લો કોલેજની લોબીમાં આવ્યો હતો. તેણે યુવતીને ફોન ન ઉપાડવા બાબતે ગાળો આપવાનું શરૂ કર્યું હતું. આરોપીએ યુવતીને માર મારી ગ્રાઉન્ડ ફ્લોર પર લઈ ગયો હતો. ત્યાં તેણે યુવતીના ગાલ પર થપ્પડ મારી હતી.આરોપી યુવક યુવતીને પુરુષ વોશરૂમમાં ખેંચી ગયો હતો. ત્યાં તેણે યુવતી સાથે મારઝૂડ કરી હતી. તેણે યુવતીના શરીર પર ખરાબ ઈરાદાથી અડપલાં કર્યા હતા. યુવતીને તેની સાથે આવવા માટે દબાણ કર્યું હતું. યુવતીએ ઈનકાર કરતાં આરોપીએ ફોનમાં રહેલા બંનેના ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. યુવતીએ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ ૧૧૫(૨), ૨૯૬(બી) અને ૭૫(૨) હેઠળ યુવક સામે ગુનો નોંધાવતાં પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
ટેગ્સ:#legal action#police investigation#Victim Protection#Campus Safety#Gokul University Siddhpur#Law College Incident#Mehsana Victim#Ahmedabad Accused#Washroom Assault#Threat of Photo Misuse
સંબંધિત સમાચાર
પાટણસિધ્ધપુર-મહેસાણા હાઈવે પરથી કારના ૫ ગુપ્તખાનામાંથી ઝડપાયો વિદેશી દારૂ; ખોટી નંબર પ્લેટનો પર્દાફાશ
23 કલાક પહેલા
પાટણસરસ્વતીના ખોડાણા ગામની દીકરીએ CRPF ટ્રેનિંગ કરી પૂર્ણ, વતન આગમન પર ગ્રામજનો દ્વારા ભવ્ય સામૈયું
23 કલાક પહેલા
પાટણપાટણમાં શ્રાવણના અંતિમ સોમવારે કાવડયાત્રા નીકળી
23 કલાક પહેલા
પાટણપાટણના સાંઈબાબા નગર સોસાયટીમાં ગટરના પ્રશ્ને ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલનું કડક અલ્ટીમેટમ
1 દિવસ પહેલા
