રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | પાલનપુર

પાલનપુર પસાર થયેલી ટ્રેનમાંથી મહિલા યાત્રીના રોકડ રકમ અને કિંમતી સામગ્રી ભરેલાની પર્સની ઉઠાંતરી

પાલનપુર પસાર થયેલી ટ્રેનમાંથી મહિલા યાત્રીના રોકડ રકમ અને કિંમતી સામગ્રી ભરેલાની પર્સની ઉઠાંતરી
રાજસ્થાનથી અમદાવાદ જતી મહિલા રાત્રે નીંદર માણી રહી હતી તે દરમ્યાન ચોરી થઇ; પાલનપુર નજીક ટ્રેનમાં રાત્રીના સમયે નીંદર માણી રહેલ અમદાવાદની એક મહિલા યાત્રીનું રોકડ રકમ સહિત કિંમતી સામગ્રી ભરેલા મનીપર્સની ઉઠાંતરી થવા પામી છે. જે અંગે રેલવે પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવતા પોલીસે ટ્રેનમાં ચોરી કરતી ટોળકીનું પગેરૂ મેળવવાની તજવીજ હાથ ધરી હતી. અમદાવાદના દસ્કોઈ ચાંદલોડિયા રહેતી અને પ્રાઇવેટ નોકરી કરતી ખ્યાતિ અનુપકુમાર જાની તેમના મિત્રો સાથે રાજસ્થાનમાં બાલાજીના દર્શન કરીને પરત સાબરમતી જવા બાંદ્રા ટર્મિનલ સુપર ફાસ્ટ એક્ષપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા અને રાત્રીના સમયે તેમની સીટ પર નીંદર માણી રહ્યા હતા.તે દરમ્યાન કોઈ અજાણ્યો તસ્કર તેમની સીટ પર રાખેલ અને રૂ.26 હજાર કરોડ રકમ, બે એટીએમ,ચાર્જર,ચશ્મા અને પાવરબેંક ભરેલ મનીપર્સની ચોરી કરી પલાયન થઇ ગયો હતો. જોકે વહેલી સવારે પાલનપુર રેલવે સ્ટેશન આવતા આ મહિલા જાગીને જોતા તેના પર્સની ચોરી થઇ હોવાનું માલુમ પડતાં આ મામલે રેલવે પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે બનાવની તપાસ હાથ ધરી હતી.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર