દારૂબંધીના કાયદાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન સમી ખાતેથી સોશિયલ મીડિયામાં વાયરલ થયો વિડિયો..!

સમી પોલીસે વાયરલ વિડિયો મામલે તપાસ હાથ ધરી યોગ્ય કાયૅવાહી ની ખાતરી આપી..!
પાટણ શહેર સહિત જિલ્લામાં દારૂબંધીના કાયદાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું હોય તેમ જિલ્લાના સમી શહેર માંથી એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયાના માધ્યમથી સામે આવ્યો છે. આ વીડિયોમાં મહેશ નામનો બૂટલેગર એક્ટિવા પર વિદેશી દારૂની ડિલિવરી કરતો સ્પષ્ટ દેખાય છે.એક્ટિવાની ડેકીમાં વિવિધ બ્રાન્ડ્સનો દારૂ જોવા મળે છે તો વીડિયોમાં ગ્રાહકોને દારૂની બ્રાન્ડ્સ અને ભાવ વિશે માહિતી આપતો પણ સંભળાય છે. તેના એક્ટિવાની ડેકીમાં કાચની બિયર, ટિન બિયર બ્રાન્ડ્સનો દારૂ ભરેલો છે. તે એક હોલનો ભાવ રૂ. 1000 અને ક્વાર્ટરનો ભાવ રૂ. 250 જણાવે છે.
સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે જ્યારે ગ્રાહક દારૂ લઈ જવામાં મુશ્કેલી વિશે પૂછે છે, ત્યારે નિર્ભયતાથી કહે છે, 'મારા નંબર પર વાત કરાવી દેવાની, પોલીસ સાથે હપ્તા ચાલુ છે, કંઈ નહીં કરે. આ બાબતે સમી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI એ.પી.જાડેજાનો ટેલિફોન પર સંપકૅ કરી હકીકત પુછતા તેઓએ જણાવ્યું હતું કે આ મામલે અમે તપાસ કરી રહ્યા છીએ, પરંતુ કોઇ બૂટલેગર કહે કે પોલીસ સાથે હપ્તા ચાલુ છે તો માની ન લેવું જોઇએ. અમે આ બાબતે તપાસ કરીને કડક કાર્યવાહી કરીશું.
આ ઘટના પાટણ જિલ્લા પોલીસની કાર્યપ્રણાલી પર ગંભીર સવાલો ઊભા કરે છે. એક તરફ પોલીસ દારૂબંધીના કડક અમલની વાતો કરે છે તો બીજી તરફ તેમના નાક નીચે બૂટલેગરો ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરી રહ્યા હોવાનું આ વીડિયો સ્પષ્ટ કરે છે કે સમગ્ર પાટણ જિલ્લામાં વિદેશી દારૂનું વેચાણ નિભૅયપણે ચાલી રહ્યું છે. લોકો આ મામલે ત્વરિત અને કડક કાર્યવાહીની માગ કરી જવાબદાર અધિકારીઓ અને બૂટલેગરો સામે યોગ્ય પગલાં લેવામાં આવે તેવો સૂર ઉઠવા પામ્યો છે.
ટેગ્સ:#Social media#Viral Video#police investigation#Patan district#Law Enforcement#Bootlegging#Prohibition Law#Sami#Liquor Delivery#Illegal Alcohol Sales
સંબંધિત સમાચાર
પાટણપાટણમાં કોંગ્રેસનો ઉગ્ર વિરોધ: 'વોટ ચોર ગાદી છોડો'ના નારા સાથે ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ
14 કલાક પહેલા
પાટણસમી-હારીજ હાઇવે પર કારની અડફેટે બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજયું
2 દિવસ પહેલા
પાટણપાટણ નગરપાલિકા: પોર્ટલ ઠપ રહેતા જન્મ-મરણના દાખલા માટે લોકો પરેશાન
2 દિવસ પહેલા
પાટણસિદ્ધપુરના પાનવાળાની દીકરી બની પાયલોટ: અડગ મન અને સખત મહેનતે આકાશને કર્યું સર !
3 દિવસ પહેલા
