રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ27 મે, 2025| Super Admin

પાટણ નજીકથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી ઈકકો ગાડી ઝડપાઈ

પાટણ નજીકથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી ઈકકો ગાડી ઝડપાઈ

પાટણ બી ડિવિઝન પોલીસે ખાનગી રાહે મળેલી બાતમીના આધારે શહેરના હાઈવે પરના યામી પેટ્રોલપંપ નજીકથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી ઈકકો ગાડીને ચાલક સાથે ઝડપી ગુનામાં સંડોવાયેલાઅન્ય બે ઈસમો સામે ગુનો નોંધી તેઓને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે.આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક દ્રારા પાટણ શહેર સહિત જિલ્લા માથી પ્રોહિબીશનની બદીને દુર કરવા કરેલ સુચના આધારે પાટણ સીટી ‘બી’ ડીવીઝન પોલીસ સ્ટેશનના પીઆઇ પી.ડી.સોલંકી, પીએસઆઈ આઈ.જી.મોરી પો.સ્ટેના સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પ્રોહી અને જુગાર લગત પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી બાતમીદારો દ્રારા ચોકકસ બાતમી મળેલ કે ઇક્કો ગાડી નં.GJ.02.BD.0400 વાળીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે. જે ગાડી શહેરના શીતળા માતાની ચોકડી તરફથી પાટણ ટાઉન તરફ જનાર છે. જે હકિકત આધારે ટીમે નાકાબંધી કરતા બાતમી વાળી ઇક્કો ગાડીને પાટણ હાઈવે પરના યામી પેટ્રોલપંપ નજીકથી ઝડપી તેની તલાસી લેતાં ઇક્કો ગાડીમાંથી ગે.કા. ભારતીય બનાવટની વિદેશી દારૂ-બીયરની બોટલ-ટીન નંગ.૩૫૭ કિ.રૂ.૫૩,૧૪૮ નો મુદ્દામાલ મળી આવતાં ટીમે દારૂના જથ્થા સાથે ગાડી ચાલક ભરતસિંહ ફુલાજી જાદવ રહે.રાંનેર, રૂપાણીપાર્ટી તા.કાંકરેજ જી.બ.કાંઠાને પકડી આ ગુનામાં સંડોવાયેલ વાલારામ પારખરામ ઠાકોર, રહે.ધામસણ રાજસ્થાન અને રાહુલ ઠાકોર રહે.ગોલાપુરવાળા વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર