રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ24 એપ્રિલ, 2025| Super Admin

સાતલપુરના ભારત માલા ટોલ પ્લાઝા પર ગાડી પસાર કરવાની બાબતને લઈને તોડફોડ સાથે ફાયરિંગની ઘટના સર્જાય

સાતલપુરના ભારત માલા ટોલ પ્લાઝા પર ગાડી પસાર કરવાની બાબતને લઈને તોડફોડ સાથે ફાયરિંગની ઘટના સર્જાય
જિલ્લા પોલીસવડાની સૂચના ને આધારે સાતલપુર પોલીસે તપાસના ચક્રો ગતિમાન બનાવ્યા; પાટણ જિલ્લાના સાંતલપુરના વરણોસરી ગામ નજીક ના ભારતમાલા ટોલ પ્લાઝા પર બુધવારની સાંજે ટોલ બુથ પસાર કરવા મામલે કોઈ અજાણ્યા ગાડી ચાલકે ટોલ બૂથ પર તોડફોડ કરી કર્મચારીઓ સાથે મારામારી કરી ફાયરિંગ કરી ફરાર થયો હોવાની ઘટના બનતા અને ઘટનાની જાણ સાતલપુર પોલીસ ને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસના ચક્રો ગતિમાન બનાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે મળતી હકીકત મુજબ સાતલપુરના વરણોસરી ગામ પાસેના ભારત માતા ટોલ પ્લાઝા બુથ પર બુધવારની સાંજે કોઈ અજાણ્યા ગાડી ચાલકે પોતાની ગાડી પસાર કરવા બાબતે માથાકુટ કરી ટોલ બુથ પર કોમ્પ્યુટર અને સીસીટીવી કેમેરાને તોડફોડ કરી કર્મચારીઓ સાથે મારામારી કરી ફાયરિંગ કરી ફરાર થયો હોવાની બાબતને લઈને ટોલ પ્લાઝા નજીક અફરા તફરી મચી જવા પામી હતી. તો બનાવની જાણ સાતલપુર પોલીસને કરાતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસના ચક્રો ગતિમાન બનાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. તો આ બાબતે પાટણ જિલ્લા પોલીસ વડા વી.કે.નાયી સાથે ટેલિફોનિક વાતચીત થતા તેઓએ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ટોલ પ્લાઝા પર મારામારી કરી તોડફોડ સાથે ફાયરિંગ કરનાર ગાડી ચાલકને ઝડપી લેવા પોલીસ તંત્રને સુચના આપવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર