રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | રાધનપુર

રાધનપુરમાં ચાઇનીઝ દોરીથી એક શિક્ષકનું ગળુ કપાયું

રાધનપુરમાં ચાઇનીઝ દોરીથી એક શિક્ષકનું ગળુ કપાયું

પાટણના રાધનપુરમાં ઉતરાયણના મહિનાઓ પહેલા જ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના ઉપયોગથી એક ગંભીર ઘટના બની છે. રાધનપુર હાઈવે પરથી બાઇક પર પસાર થઈ રહેલા શિક્ષક નરેશ બારોટ ચાઈનીઝ દોરીનો ભોગ બન્યા હતા. આ ઘટનામાં તેમના ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને 14 ટાંકા લેવા પડ્યા હતા. પાટણ જિલ્લાના રાધનપુર પંથકમાં ઉતરાયણ પૂર્વે જ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો ઉપયોગ શરૂ થઈ ગયો છે, જે રાહદારીઓ માટે જોખમી સાબિત થઈ રહ્યો છે. આદર્શ વિદ્યાલયમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા નરેશ બારોટ પોતાની ફરજ પૂરી કરીને બાઇક પર પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન રાધનપુર હાઈવે પરથી પસાર થતી વખતે તેમના ગળાના ભાગે ચાઈનીઝ દોરી આવી ગઈ હતી. ચાઈનીઝ દોરી તીક્ષ્ણ હોવાથી શિક્ષકના ગળાના ભાગે ઊંડો ઘા થયો હતો. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબી સારવાર બાદ 14 ટાંકા લેવા પડ્યા હતા. પ્રતિબંધ હોવા છતાં ચાઈનીઝ દોરીનું બેફામ વેચાણ અને ઉપયોગ ચાલુ છે, જેના કારણે નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર