રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | અમીરગઢ

અમીરગઢના સ્મશાનમાં યુવકનું ધડ અને માથું અલગ-અલગ મળી આવતા ચકચાર

અમીરગઢના સ્મશાનમાં યુવકનું ધડ અને માથું અલગ-અલગ મળી આવતા ચકચાર
અમીરગઢમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઠાકોર સમાજના સ્મશાન ગ્રુહમાં લક્ષ્મણભાઈ લુહારનો મૃતદેહ મળી આવ્યો છે. લક્ષ્મણભાઈની 28 ઓગસ્ટ 2025ના રોજ ગુમ થયાની ફરિયાદ અમીરગઢ પોલીસ મથકે નોંધાઈ હતી. મૃતદેહ વિચિત્ર સ્થિતિમાં મળી આવ્યો છે. નાયલોનની દોરી સાથે માથું લટકેલું હતું, જ્યારે શરીરનો નીચેનો ભાગ જમીન પર પડેલો હતો. પોલીસે તપાસ દરમિયાન મૃતકના ખિસ્સામાંથી મોબાઈલ અને ચાવીઓ મળી આવી હતી. પરિવારજનોએ મૃતદેહની ઓળખ કરી હતી. પ્રાથમિક તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે જાનવરોએ મૃતદેહને ખેંચીને દૂર લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. અમીરગઢ પોલીસે આ મામલે અકસ્માત મોતનો કેસ દાખલ કર્યો છે. Dysp બનાસકાંઠા BM પરમારે જણાવ્યું હતું કે લક્ષમણભાઈ લુહાર જેની અમીરગઢ પોલીસ મથકે 28 ઓગસ્ટ 2025 ના ગુમની જાહેરાત દાખલ કરવામાં આવી હતી. જે વક્તિની આજરોજ ઠાકોર સમાજના સ્મશાન ગૃહમાં નાઈલોન ની દોરી સાથે લટકતી લાશ મળી આવેલ છે. પોલીસ દ્વારા તપાસ કરતા બોડીના ગાજવા માંથી મોબાઈલ તમેજ ચાવીઓ મળી આવી હતી. જેથી તેમના પરિવારજનોને બોલાવી ખાતરી કરતા જેમના ગુમ થયેલ ભાઈ છે તેમની જ બોડી છે. જોકે આ ડેડ બોડીને જાનવરો દ્વારા ખેંચી અને દૂર લઇ જવામાં આવેલ જેનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ છે. આ અંગે અમીરગઢ પોલીસ સ્ટેશન ખાતે AD દાખલ કરવામાં આવી છે. આ અંગે પોલીસ વિવિધ ટિમો બનાવી તપાસ કરી રહી છે. અમીરગઢ પોલીસ દ્વારા PM કરાવી આગળની તપાસ ચાલુ છે.    
  • Beta
Beta feature
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર