રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો : પાટણ પોક્સો કોર્ટે દીકરીની લાજ લૂંટનાર પિતાને ૨૦ વર્ષની જેલ અને ૫૦ હજારનો દંડ ફટકાર્યો

સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો : પાટણ પોક્સો કોર્ટે દીકરીની લાજ લૂંટનાર પિતાને ૨૦ વર્ષની જેલ અને ૫૦ હજારનો દંડ ફટકાર્યો

પાટણની સ્પેશિયલ પોક્સો કોર્ટે સગી દીકરી પર દુષ્કર્મ આચરવાના કેસમાં પિતાને ૨૦ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ. ૫૦ હજાર નો દંડ અને ભોગ બનનાર સગીરાને ૪ લાખ રૂપિયાનું વળતર ચૂકવવા ભલામણ કરી છે. કોર્ટના આ ચુકાદાને સમાજ માટે દાખલા રૂપ ગણાવવામાં આવ્યો છે. આ કેસ પાટણ નજીકના એક ગામનો છે, જ્યાં ૫૩ વર્ષીય ચંદનજી વિહાજી ઠાકોર સામે તેની સગીર દીકરીએ ૧૧ મે, ૨૦૨૪ ના રોજ પાટણ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, આરોપી પિતા તા.૧ જુલાઈ, ૨૦૧૭ થી તા. ૧૫ જાન્યુઆરી ૨૦૨૪ સુધી,એટલે કે છેલ્લા પાંચ વર્ષથી સગીરાને ધમકી આપીને તેની સાથે દુષ્કર્મ આચરતો હતો. પિતાની આબરૂ જવાની બીકે સગીરા અત્યાર સુધી મૌન રહી હતી. જોકે,૧૬ એપ્રિલ,૨૦૨૪ ના રોજ પિતાએ ફરીથી અડપલાં કરીને દુષ્કર્મ આચરતા, સગીરાએ આ બાબતની જાણ તેના ભાઈ અને માતાને કરી હતી,જેના પગલે પોલીસ ફરિયાદ નોંધાઈ.

આ કેસ પાટણની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં જજ બીપીનભાઈ કે. બારોટ સમક્ષ ચાલ્યો હતો. કોર્ટે આરોપીને દોષિત ઠેરવી ૨૦ વર્ષની સખ્ત કેદ અને ૫૦ હજાર રૂપિયાના દંડની સજા ફટકારી.જો આરોપી દંડ ન ભરે તો તેને વધુ ત્રણ માસની સાદી કેદ ભોગવવી પડશે. કોર્ટે ભોગ બનનાર સગીરાને ૪ લાખ રૂપિયાનું વળતર આપવા માટે પાટણ જિલ્લા કાનૂની સેવા સમિતિને ભલામણ કરી છે. કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ જિતેન્દ્ર જે.બારોટે ધારદાર રજૂઆતો કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આરોપી તેની અન્ય બે મોટી દીકરીઓનું પણ શારીરિક શોષણ કરવાની ટેવવાળો છે, જે પુરાવાઓથી સ્પષ્ટ થાય છે. તેમણે આરોપી પ્રત્યે કોઈ પણ પ્રકારનું કુણું વલણ ન રાખવા અને મહત્તમ સજા કરવા વિનંતી કરી હતી. કોર્ટે ૧૨ મૌખિક અને ૧૫ દસ્તાવેજી પુરાવાઓ, તેમજ મેડિકલ ઓફિસર અને પોલીસ સાક્ષીઓની જુબાનીને ગ્રાહ્ય રાખી હતી. સગીરાના સી.પી.સી. ૧૬૪ હેઠળના નિવેદનોથી પણ ઘટનાને સમર્થન મળ્યું હતું.૫૨ પાનાના ચુકાદામાં જજે નોંધ્યું હતું કે, પિતાની જવાબદારી સંતાનના રક્ષણની હોય છે,પરંતુ અહીં આરોપીએ રક્ષણ કરવાને બદલે શોષણ કરીને પિતા-પુત્રીના પવિત્ર સંબંધને લાંછન લગાડ્યું છે. આરોપીએ સગીરા સંમતિ આપવા લાયક ન હોવાનું જાણવા છતાં આ કૃત્ય આચર્યું હોઈ, તે કોઈ પણ પ્રકારની દયાને પાત્ર નથી.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#patan#POCSO Court

સંબંધિત સમાચાર