પાટણ તાલુકાના માનપુર ગામના બબુબેન બાવાજી ઠાકોરને ધારપુર હોસ્પિટલ તા.૧૭ જુલાઈના રોજ ICCU મા TT (ધનુર) ની ગંભીર બીમારીને કારણે દાખલ કરવામાં આવ્યાં હતાં. TT (ધનુર) ની ગંભીર બીમારીની ડો.મેહુલભાઈ પટેલના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ ડોક્ટરોની ટીમ તથા ICCU નર્સિંગ ઈન્ચાર્જ, નર્સિંગ સ્ટાફની ઉતમ સારવાર અને ક્લાસ ૪ તથા સિક્યુરિટીની મદદ થકી નવુ જીવનદાન મળતા આજે ૭૦ દિવસની સતત સારવાર અને તમામ સ્ટાફે ખડેપગે રહી ઠાકોર બબુબેન બાવાજીને ડિસ્ચાર્જ કરતાં તેઓના પરિવારજનો સહિત પતિ ઠાકોર બાવાજી પુર્વ સરપંચ માનપુર ગ્રામ પંચાયત તા.જી પાટણ નાઓએ ડો. મેહુલભાઈ, ડો તિલકભાઈ, ડો.યશપાલસિંહ, ICCU ઈન્ચાર્જ હસમુખસિંહ, સોનલબેન, iccu નર્સિંગ સ્ટાફ, ANS ડીમ્પલબેન, જશોદાબેન, ક્લાસ ૪ સર્વન્ટ, સિક્યુરિટી, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.પારૂલબેન શર્મા, આર.એમ.ઓ ડો.રમેશભાઈ પ્રજાપતિનો હ્દય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
ધારપુર હોસ્પિટલમાં ૭૦ દિવસથી આઇસીસીયુમાં સારવાર લઈ રહેલ દર્દીને નવજીવન મળ્યું

Google પર રખેવાળને પસંદ કરો
સંબંધિત સમાચાર
પાટણજંગરાલ GEB કચેરી ખાતે પૂર્વ ધારાસભ્યના નેતૃત્વમાં આવેદનપત્ર પાઠવાયું
17 કલાક પહેલા
પાટણપાટણ-ઊંઝા હાઈવે પર કાર-ટ્રક વચ્ચે અકસ્માત સજૉતા ટ્રાફિક જામ
1 દિવસ પહેલા
પાટણપાટણમાં 20 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરતાં અરેરાટી વ્યાપી
1 દિવસ પહેલા
પાટણસિદ્ધપુરમાં પંચાયત સદસ્યનું સભ્યપદ રદ્દ: ત્રણ સંતાન હોવાથી DDOએ કરી કડક કાર્યવાહી
3 દિવસ પહેલા
