કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા શશિકાંત પંડ્યાએ જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લાના કોઈ પણ ક્રિકેટર સાથે અન્યાય નહીં થાય અને જિલ્લાના યુવાનો ક્રિકેટ ક્ષેત્રે આગળ વધીને રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવે તે માટે તમામ પૂરતા પ્રયત્નો કરવામાં આવશે. તેમની લોકચાહનાને કારણે હોલ ખીચોખીચ ભરાઈ ગયો હતો અને અનેક શુભેચ્છકોએ તેમને પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને સન્માનિત કર્યા હતા.બનાસકાંઠાના યુવાનોને ક્રિકેટમાં આગળ વધારવાની નેમ : શશીકાંતભાઈ પંડ્યા

ડીસાના પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ શશીકાંત પંડ્યાનું સન્માન
તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાના ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ તરીકે બિનહરીફ વરણી પામેલા ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાના સન્માનમાં ડીસા તાલુકા મિત્ર મંડળ દ્વારા એક ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.ડીસા હાઈવે પર આવેલા જલારામ હોલમાં આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. આ સન્માન સમારોહમાં રામપુરા મઠ જાગીરના પરમ પૂજ્ય મહંત શ્રી રૂપપુરીજી મહારાજ ,રાજારામ ગૌશાળા, ટેટોડાના મહંત શ્રી રામરતનજી મહારાજ, અને રઘુનાથપુરી મઠ, નાના કાપરાના શ્રી શ્રી ૧૦૦૮ પીઠાધીશ્વર મહંત કુરસીપુરીજી મહારાજ તેમજ બ્રહ્માકુમારીના બહેન પુ.પીનલ દીદી સહિતના સંતો-મહંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને શશિકાંત પંડ્યાને આશીર્વાદ પાઠવ્યા હતા.
કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા શશિકાંત પંડ્યાએ જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લાના કોઈ પણ ક્રિકેટર સાથે અન્યાય નહીં થાય અને જિલ્લાના યુવાનો ક્રિકેટ ક્ષેત્રે આગળ વધીને રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવે તે માટે તમામ પૂરતા પ્રયત્નો કરવામાં આવશે. તેમની લોકચાહનાને કારણે હોલ ખીચોખીચ ભરાઈ ગયો હતો અને અનેક શુભેચ્છકોએ તેમને પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને સન્માનિત કર્યા હતા.
કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા શશિકાંત પંડ્યાએ જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લાના કોઈ પણ ક્રિકેટર સાથે અન્યાય નહીં થાય અને જિલ્લાના યુવાનો ક્રિકેટ ક્ષેત્રે આગળ વધીને રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવે તે માટે તમામ પૂરતા પ્રયત્નો કરવામાં આવશે. તેમની લોકચાહનાને કારણે હોલ ખીચોખીચ ભરાઈ ગયો હતો અને અનેક શુભેચ્છકોએ તેમને પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને સન્માનિત કર્યા હતા.સંબંધિત સમાચાર
બનાસકાંઠાબનાસકાંઠા જિલ્લામાં વરસાદની આગાહીથી ખેડૂતો એલર્ટ: ઉનાળુ પાક સિઝન આટોપી લેવા થ્રેસરોનો ભારે ધમધમાટ
11 કલાક પહેલા
બનાસકાંઠાડીસામાં કાયદો બધા માટે સરખો: પોલીસ લાઇન બહાર જ કાળા કાચ વાળી પોલીસ ગાડીઓ થઈ ડિટેઇન!
11 કલાક પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા જિલ્લાને મોટી ભેટ: નવી સરકારી માધ્યમિક શાળાઓને મળી મંજૂરી
11 કલાક પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લા કક્ષાની મોકડ્રીલ યોજાઈ
12 કલાક પહેલા
