કડી પ્રાંત કચેરી ખાતે સહકાર, મીઠા ઉદ્યોગ, લઘુ સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ રાજ્યમંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને અધિકારીઓ-પદાધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. બેઠકમાં મંત્રીએ સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો-માર્ગદર્શન આપ્યા હતા. આ બેઠકમાં રાજ્યમંત્રીએ કડી નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારમાં ચાલતા વિવિધ વિકાસ કામોની જાણકારી મેળવી આ વિકાસ કામો ઝડપથી પૂર્ણ થાય તે દિશામાં કામગીરી હાથ ધરવા અધિકારીઓને તાકીદ કરી હતી. વધુમાં મંત્રીએ કડી નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારમાં લોકોને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી, યોગ્ય રસ્તાઓ અને ગટર લાઈન જેવી સુવિધાઓ સરળતાથી મળી રહે તે મુજબની કામગીરી કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત મંત્રીએ સમગ્ર નગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરી સમગ્ર કડીને સ્વચ્છ શહેર બનાવવા પણ સૂચવ્યું હતું. બેઠક દરમિયાન મંત્રીએ નગરપાલિકાના સદસ્યોને પોતાના વોર્ડમાં ખૂટતી સુવિધાઓ વિશેની વિગતો તૈયાર કરી તે મુજબ વિકાસના કામોની દરખાસ્ત તૈયાર કરવામાં આવે તેમ જણાવ્યું હતું. કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓના લાભ લોકોને સરળતાથી મળી રહે તે દિશામાં કામગીરી કરવા પણ જણાવ્યું હતું. બેઠક અગાઉ મંત્રી સહિત ઉપસ્થિતોએ કડીના ધારાસભ્ય સ્વ. કરસનભાઈ સોલંકીના દિવંગત આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પાળ્યું હતું.
કડી પ્રાંત કચેરી ખાતે જિલ્લા પ્રભારી અને મંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

ટેગ્સ:#Local Governance#Development Works#Infrastructure Improvement#Community Development#cleanliness campaign#Public Facilities#Kadi Provincial Office Meeting#Jagdish Vishwakarma#Minister of State for Cooperation#Kadi Municipality#Central and State Government Schemes#Municipality Members
સંબંધિત સમાચાર
મહેસાણામહેસાણામાં બે અલગ-અલગ અકસ્માતમાં ત્રણને ઈજા, ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા
2 દિવસ પહેલા
મહેસાણામહેસાણા જિલ્લાના વડનગરમાં ડબ્બા ટ્રેડિંગ રેકેટનો પર્દાફાશ : પોલીસને મોટી સફળતા મળી
3 દિવસ પહેલા
મહેસાણાવડનગરમાં આંબેડકર ભવનની જમીન પર તંત્રનું બુલડોઝર : ગેરકાયદેસર દબાણોનો સફાયો
3 દિવસ પહેલા
મહેસાણામહેસાણા પોલીસનો મોટો સપાટો : ₹3.36 કરોડના દારૂ પર બુલડોઝર ફેરવી દેવાયું
5 દિવસ પહેલા
