ડીસાના ગવાડી વિસ્તારમાં નશીલા પદાર્થોના વેચાણના વધતા દૂષણ વચ્ચે, બનાસકાંઠા પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને ૮૩૦ ગ્રામ ગાંજા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. ઝડપાયેલા શખ્સ પાસેથી કુલ રૂ. ૯૩૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન, અ.પો.કોન્સ દિનેશભાઈ લક્ષ્મણભાઈને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ડીસાના મહમદપુરા ગવાડી વિસ્તારમાં ઈદગાહ પાસે રહેતો યાકુબભાઈ અજીમભાઈ શેખ પોતાના કબજા ભોગવટાની સિમેન્ટના અને લોખંડના પતરાવાળી ઓરડીમાં માદક પદાર્થ ગાંજો રાખી વેચાણ કરે છે. આ બાતમીના આધારે, પોલીસે તાત્કાલિક NDPS લગત રેઈડનું આયોજન કર્યું હતું. રેઈડ દરમિયાન, આરોપી યાકુબભાઈ અજીમભાઈ શેખ (રહે. મહમદપુરા ગવાડી, ઈદગાહ પાસે, ડીસા) ના રહેણાંક ઘરમાંથી ૮૩૦ ગ્રામ માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો, જેની કિંમત રૂ. ૮૩૦૦/- થાય છે. આ ઉપરાંત, તેની અંગઝડતી દરમિયાન એક જીઓ કંપનીનો કીપેડ મોબાઈલ (કિ.રૂ. ૧૦૦૦/-), આધારકાર્ડની નકલ, એક લાઈટબિલ અને ડીસા નગરપાલિકામાં વેરો ભર્યાની પહોંચ સહિત કુલ રૂ. ૯૩૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આરોપી યાકુબભાઈ શેખની ધરપકડ કરીને તેની સામે નાર્કોટીક્સ લગત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. આ અંગેની વધુ તપાસ દક્ષિણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.
ડીસાના ગવાડી વિસ્તારમાંથી ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો

ટેગ્સ:#Disa city#Police Raid#Community Safety#Law Enforcement Action#Banaskantha Police#Ganja seizure#NDPS Act#Narcotics Investigation#Drug Arrest#Gawadi Area#Illegal Drug Sales#Evidence Seized#Dakshin Police Station#Drug-related Crime
સંબંધિત સમાચાર
બનાસકાંઠાપાલનપુર પોલીસની સફળ કામગીરી : પ્રોહીબિશનનો રીઢો આરોપી પાલનપુર સબ જેલ હવાલે
1 દિવસ પહેલા
બનાસકાંઠાદાંતામાં કોંગ્રેસને મોટો ઝટકો : ફોર્મ ખેંચાતા ભાજપના બે ઉમેદવારો બિનહરીફ જાહેર
1 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠાના રાજકારણમાં ગરમાવો : ગેનીબેન ઠાકોરે સત્તાધારી પક્ષ સામે મોરચો માંડ્યો
1 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠામાં ચેન સ્નેચિંગ ગેંગનો પર્દાફાશ : 24 થી વધુ ચેન સ્નેચિંગના ગુનાઓનો ભેદ ઉકેલાયા
2 દિવસ પહેલા
