રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
પાટણ30 જુલાઈ, 2026| Super Admin

હારીજ ફેડબેંકમાં નકલી સોનું ગીરવે મૂકી સમીના શખ્સે રૂ. ૪.૧૫ લાખની ઠગાઈ આચરી

હારીજ ફેડબેંકમાં નકલી સોનું ગીરવે મૂકી સમીના શખ્સે રૂ. ૪.૧૫ લાખની ઠગાઈ આચરી

નકલી સોના માથી બનાવેલ બ્રેસ્લેટ ગીરવે મૂકી લોન લેનાર સમીના શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

પાટણ જિલ્લાના હારીજમાં આવેલી ફેડબેંક ફાઇનાન્શીયલ સર્વિસીસ લિમિટેડની શાખામાં નકલી સોનાનું બ્રેસ્લેટ ગીરવે મૂકી રૂ. 4,15,800 ની લોન મેળવી  બેક સાથે છેતરપિંડી આચરવામાં આવી છે. આ અંગે બેંકના શાખા મેનેજર અશ્વિનકુમાર સિંધવે સમીના સલીમ મુસ્તુફા સૈયદ સામે હારીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, સમીના હેઠાળોવાસમાં રહેતા સલીમ મુસ્તુફા સૈયદે 16 ડિસેમ્બર, 2025ના રોજ હારીજ ફેડબેંકમાં 42.59 ગ્રામ વજનનું સોનાનું બ્રેસ્લેટ ગીરવે મૂકી લોન માટે અરજી કરી હતી. બેંકના પ્રાથમિક રબિંગ ટેસ્ટમાં બ્રેસ્લેટ સોનાનું જણાતાં તેને 3,60,500ની લોન આપવામાં આવી હતી. ત્યારબાદ,સૈયદે ઓનલાઇન પોર્ટલ દ્વારા તબક્કાવાર ટોપઅપ મેળવીને કુલ 4,15,800ની લોન લીધી હતી.

10 ફેબ્રુઆરી, 2026ના રોજ બેંકમાં વાર્ષિક ઓડિટ ચાલી રહ્યું હતું. ઓડિટ અધિકારી હાર્દિક મહેતા એ બ્રેસ્લેટની ઊંડાણ પૂર્વક તપાસ કરતા તે શંકાસ્પદ જણાયું હતું. ત્યારબાદ, અમદાવાદથી બોલાવવામાં આવેલા સરકાર માન્ય ગોલ્ડ વેલ્યુઅર દ્વારા તપાસ કરાવતાં 42.59 ગ્રામના બ્રેસ્લેટમાંથી માત્ર 3 ગ્રામ સોનું અને બાકીનું 39.59 ગ્રામ નકલી ધાતુ હોવાનું પ્રમાણપત્ર મળ્યું હતું.

લોન ધારકે એક પણ હપ્તો ભર્યો ન હતો અને રકમ પરત કરવા અંગે વાયદા કર્યા છતાં નાણાં જમા કરાવ્યા ન હતા. આખરે બેંકે પોલીસ કાર્યવાહી હાથ ધરી છે.આરોપીએ લીધેલી લોનના 4,15,800 અને વ્યાજના રૂ. 38,505 મળી કુલ 4,54,305ની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. હારીજ પોલીસે આ મામલે બી.એન.એસ.ની કલમ 318(4) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

ટેગ્સ:#Harij

સંબંધિત સમાચાર