પાટણમાં એક યુવતી સાથે દુષ્કર્મ આચરી બ્લેકમેલિંગ કરવાના ગંભીર કિસ્સામાં બે શખ્સો સામે યુવતી દ્રારા પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે. બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં યુવતી એ નોધાવેલ ફરિયાદ મા જણાવ્યા મુજબ, ભાવેશભાઈ ભોગીલાલ ઠક્કરે તેણીના ઘરે એકલતાનો લાભ લઈને તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો. આરોપીએ આ દરમિયાન વીડિયો અને ફોટા પાડ્યા હતા. ત્યારબાદ તેણે આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને યુવતી પાસેથી વારંવાર પૈસાની માંગણી કરી હતી. આ રીતે ભાવેશે તેની પાસેથી કુલ રૂ. 21 લાખ પડાવી લીધા હતા. એટલું જ નહીં, તેણે મારી નાખવાની ધમકી આપીને તેની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધો પણ બાંધ્યા હતા.જયારે રાહુલ જસવંતભાઈ ઠક્કરે પણ તેની સાથે શારીરિક અડપલાં કરીને ભાવેશને ગુનો આચરવામાં મદદ કરી હોવાનું ફરિયાદમાં યુવતી એ જણાવ્યું છે. યુવતીની ફરિયાદના આધારે બી ડિવિઝન પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ઈ.પી.કો. કલમ 376(2)(એન), 354(1), 384, 506(2) અને 114 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
પાટણમાં યુવતી સાથે દુષ્કર્મ કરી બ્લેકમેલિંગ કરનાર બે શખ્સો સામે યુવતીએ ગુનો નોંધાવ્યો

ટેગ્સ:#legal action#police investigation#Extortion#Criminal Charges#Women’s Safety#Gender-Based Violence#Local Crime News#Victim Complaint#B Division Police Station#Patan Crime#Blackmailing#Threats and Coercion
સંબંધિત સમાચાર
પાટણપાટણમાં ગૌપ્રેમીઓનો હુંકાર: ગૌહત્યા અટકાવવા તેમજ ગૌમાતાને 'રાષ્ટ્રમાતા' જાહેર કરવાની માંગ સાથે વિશાળ રેલી યોજાઈ
2 દિવસ પહેલા
પાટણપાટણ : વાવાઝોડા બાદ યુજીવીસીએલની યુદ્ધના ધોરણે વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાની કામગીરી
2 દિવસ પહેલા
પાટણરાધનપુર પંથકમાં આફત: ભારે વરસાદથી ઓધવનગર-બંધવડ મુખ્ય કેનાલમાં મોટાં ગાબડાં પડ્યાં
2 દિવસ પહેલા
પાટણદેવ ગામનું તળાવ ઓવરફ્લો થતાં ૧૦૦ ઘરોમાં પાણી ફરી વળ્યાં
4 દિવસ પહેલા
