રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | રાધનપુર

રાધનપુરની જલારામ કટલરી સ્ટોરમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠતાં અફડાતફડી મચી

રાધનપુરની જલારામ કટલરી સ્ટોરમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠતાં અફડાતફડી મચી
રાધનપુર-પાટણના ફાયર ફાઈટરની મદદથી કલાકો બાદ આગ પર કાબુ મેળવાયો આગના કારણે વેપારીને કરોડોનું નુકશાન થયું હોવાની આશંકા રાધનપુરમાં આવેલ જલારામ કટલેરી સ્ટોરમા ગતરોજ કોઈ અગમ્ય કારણોસર ભીષણ આગ લાગતા અફડાતફડી મચી જવા પામી હતી. બનાવને પગલે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. જોકે આગના કારણે કટલરીના દુકાનનો માલસામાન સહિત ચીજવસ્તુઓ બળીને રાખ થતાં વેપારીને કરોડોનું નુકસાન થયાની આશંકા સેવાઈ રહી છે. આ ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ પાટણ જિલ્લાના રાધનપુરમાં જલારામ કટલેરી સ્ટોરમાં કોઈ અગમ્ય કારણોસર ભીષણ આગ લાગી હતી. આ ઘટના સાતલપુર બસસ્ટેન્ડથી ભાભર હાઈવે રોડ પર આવેલા હોલસેલ વેપારીના સ્ટોરમાં બની હતી. જેને લઈને અફડાતફડીનો માહોલ સજૉયો હતો.આગની જાણ થતાં જ રાધનપુર નગરપાલિકાનું ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. આગની તીવ્રતા જોતા વધુ ફાયર ફાઈટરની જરૂર પડતા પાટણ નગરપાલિકાનું ફાયર ફાઈટર પણ બોલાવવામાં આવ્યું હતું.  
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર