રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

પિતા-પુત્રના 8 દિવસના રિમાન્ડ પૂર્ણ, ડીસા ફટાકડા બ્લાસ્ટના મુખ્ય આરોપીઓ જેલ હવાલે

પિતા-પુત્રના 8 દિવસના રિમાન્ડ પૂર્ણ, ડીસા ફટાકડા બ્લાસ્ટના મુખ્ય આરોપીઓ જેલ હવાલે
વગર લાયસન્સે ફટકડાનું ઉત્પાદન અને સંગ્રહ: પોલીસ બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસામાં ફટાકડાની ગેરકાયદે ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ કેસના મુખ્ય આરોપીઓને સબ જેલમાં મોકલવામાં આવ્યા છે. આ કેસમાં ફેક્ટરી માલિક ખૂબચંદ રેણૂમલ મોહનાની અને તેમના પુત્ર દિપક મોહનાનીના આઠ દિવસના રિમાન્ડ પૂરા થતાં કોર્ટે આ આદેશ આપ્યો છે. ડીસાના ઢુવા રોડ પર આવેલી ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં 22 મજૂરના મોત થયા હતા. આ ઘટનામાં અન્ય પાંચ મજૂર ઘાયલ થયા હતા. આ ઘટનાએ સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું હતું.બનાસકાંઠા પોલીસે તાત્કાલિક ધોરણે પિતા-પુત્રની ધરપકડ કરી હતી. પોલીસે રિમાન્ડ દરમિયાન કેટલાક મહત્વના મુદ્દાઓની તપાસ કરી હતી. આમાં એક્સ્પ્લોસિવ પદાર્થોનો સ્રોત, મજૂરોની ભરતી પ્રક્રિયા, સંગ્રહિત માલનો જથ્થો અને લાઇસન્સ વગર ફટાકડા બનાવવાની પ્રવૃત્તિ અંગેની વિગતો સામેલ છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આરોપીઓ લાઇસન્સ વગર ફટાકડાનું ઉત્પાદન અને સંગ્રહ કરી રહ્યા હતા. રિમાન્ડ પૂરા થતાં આજે બંને આરોપીને ડીસા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે તેમને સબ જેલમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. એસઆઈટી ની તપાસ સામે સવાલો; સમગ્ર દેશમાં અરેરાટી મચાવનાર ડીસા ફટાકડા બ્લાસ્ટમાં 22 મજૂરોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.તેથી મુખ્યમંત્રીએ રાજ્ય કક્ષાના આઇપીએસ અધિકારીઓની સીટની રચના કરી તટસ્થ તપાસનો આદેશ કર્યો હતો.જેના પગલે 22 માનવ જિંદગી ભરખી જનાર આ કેસમાં લાપરવાહી દાખવનાર અધિકારીઓના પગ તળે રેલો આવવાની શક્યતા હતી પરંતુ રાજકીય ઈશારે કોઈ અધિકારી હજી સુધી સકંજામાં ન આવતા સીટની તપાસ સામે પણ લોકોમાં સવાલો ઉઠી રહ્યા છે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર