રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા19 જુલાઈ, 2025| Super Admin

લાખણીમાં 3 ઇંચ વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ: હાઇવે અને મુખ્ય બજારમાં ભરાયા પાણી

લાખણીમાં 3 ઇંચ વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ: હાઇવે અને મુખ્ય બજારમાં ભરાયા પાણી
જાહેર રોડ,બજારો અને ખેતરોમાં પાણી ભરાયા, મેઈન બજારમાં ભોંયરાના શોપિંગમાં પાણી ભરાયાં  દુકાનદારોને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસવાની દહેશત; લાખણી:-  હવામાન વિભાગની આગાહી પ્રમાણે બનાસકાંઠા જિલ્લાના લાખણી સહિત અનેક વિસ્તારોમાં આજે શનિવારની વહેલી પરોઢથી મેઘરાજા મહેરબાન થતા સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું. લાખણી પંથકમાં વરસાદના ધમાકેદાર બીજા રાઉન્ડમાં રોડ રસ્તા બજાર અને ગ્રામ્ય વિસ્તારના ખેતરોમાં પાણી ભરાયાં હતાં. ધોધમાર વરસાદના પગલે લાખણી મેઈન બજારમાં ઢીંચણ સમાં પાણી ભરાઈ જતાં દુકાનદારો અને ગ્રાહકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.એટલું જ નહીં, હજુ વધુ વરસાદ થાય તો દુકાનોમાં પાણી ઘુસવાની શકયતા છે. ગેળા રોડ ઉપર નીચાણવાળા વિસ્તારોમાં આવેલી દુકાનોમાં પાણી ભરાઈ જતાં દુકાનદારોને ફરી નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. જો કે બે શોપિંગની દુકાનોમાં પાણી ફરી વળતા પંચાયત દ્વારા પાણીનો નિકાલ કરાયો હતો. જ્યારે અસહ્ય ગરમીના બફારા વચ્ચે વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સાથે સાથે વરસાદની કાગડોળે રાહ જોઈ બેઠેલા ધરતી પુત્રોમાં આનંદની લાગણી પ્રસરી છે. ઉલ્લેખનીય છે કે તાલુકા મથક લાખણી ખાતે સામાન્ય વરસાદમાં પણ નીચાણવાળા ભાગમાં આવેલ મુખ્ય બજાર તેમજ હાઈવેની બાજુમાં પાણી ભરાઈ જાય છે.ચ્જેના કારણે દુકાનદારો અને ગ્રાહકોને મુશ્કેલી પડી રહી છે પાણી ભરાવાથી ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે. જેના કારણે રોગચાળો પણ ફેલાવાની શક્યતા વધી જાય છે જેથી દુકાનદારોને હાલાકી સાથે આર્થિક નુકસાની વેઠવાનો વારો આવે ગેળા રોડ પર પાણી ભરાવાના કારણે પ્રસિદ્ધ શ્રીફળ હનુમાનજી મંદિરે દર્શનાર્થે આવનારા શ્રદ્ધાળુઓને પણ હાલાકી ભોગવવી પડી રહી છે. પ્રજાજનો અને વેપારીઓ દ્વારા તાત્કાલિક નિકાસ વ્યવસ્થા સુધારવા સ્થાનિક તંત્ર પાસે માગ કરવામાં આવી છે કે, આવતા દિવસોમાં ભારે વરસાદના હવાલે વધુ નુકસાન ન થાય તે માટે પ્રાથમિક પગલાં લેવાં જરૂરી છે.

સંબંધિત સમાચાર