આસો મહિનાના વદ પક્ષની ચોથ એટલે કરવા ચોથના પવિત્ર અવસરે શુક્રવારે પાટણ શહેરમાં નાણાવટી સ્કૂલ પાસે 200 જેટલી સૌભાગ્યવતી મહિલાઓએ સમૂહમાં પૂજન-અર્ચન કર્યું હતું. પતિના લાંબા આયુષ્ય અને સુખી દાંપત્ય જીવન માટે મહિલાઓએ નિર્જળા વ્રત રાખીને આ ઉજવણી કરી હતી. આ વ્રત સૂર્યોદય સાથે શરૂ થાય છે અને સાંજે ચંદ્રના દર્શન કર્યા પછી જ પૂર્ણ થાય છે. મહિલાઓ સાંજે ચંદ્રના દર્શન કરીને અર્ધ્ય અર્પણ કર્યા બાદ પતિના હાથેથી પાણી પીને વ્રત ખોલે છે. આ દિવસે કરવા માતા, ભગવાન શિવ, ભગવાન ગણેશ અને ભગવાન કાર્તિકેય ની પૂજા કરવામાં આવે છે.પાટણના સુભાષ ચોક નજીક આવેલી નાણાવટી સ્કૂલ પાસે ગીતાબેન પ્રજાપતિ દ્વારા છેલ્લા 23 વર્ષથી સમૂહમાં કરવા ચોથની પૂજાનું આયોજન કરવામાં આવે છે. આ પરંપરા અંતર્ગત સુભાષચોક વિસ્તારની આશરે 200 મહિલાઓએ એકસાથે પૂજા કરી વ્રતની ઉજવણી કરી ધન્યતા અનુભવી હતી.
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
પાટણમાં 200 મહિલાઓએ સમૂહમાં કરવા ચોથનું પુજન કરી પતિના નિરોગી આયુષ્યની કામના કરી

Google પર રખેવાળને પસંદ કરો
સંબંધિત સમાચાર
પાટણજંગરાલ GEB કચેરી ખાતે પૂર્વ ધારાસભ્યના નેતૃત્વમાં આવેદનપત્ર પાઠવાયું
20 કલાક પહેલા
પાટણપાટણ-ઊંઝા હાઈવે પર કાર-ટ્રક વચ્ચે અકસ્માત સજૉતા ટ્રાફિક જામ
1 દિવસ પહેલા
પાટણપાટણમાં 20 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરતાં અરેરાટી વ્યાપી
1 દિવસ પહેલા
પાટણસિદ્ધપુરમાં પંચાયત સદસ્યનું સભ્યપદ રદ્દ: ત્રણ સંતાન હોવાથી DDOએ કરી કડક કાર્યવાહી
3 દિવસ પહેલા
