બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
બનાસકાંઠામાં આઠ સેન્ટરો ઉપર ટેકાના ભાવે 1637 ખેડૂતોની 9155 મેટ્રિક ટન બાજરીની ખરીદી

1138 ખેડૂતોના પી.એફ.એમ.એસ. દ્વારા 19.58 કરોડ રૂપિયા સીધા ખાતામાં જમા; બનાસકાંઠા જિલ્લામાં ચાલું વર્ષે પણ સરકારે ટેકાના ભાવ જાહેર કરતા તંત્ર દ્વારા બાજરી ખરીદીની શરૂ કરાઈ હતી.ત્યારે ખેડૂતોને ટેકાના ભાવની ખરીદી માટે 1 એપ્રિલથી 30 એપ્રિલ સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન પોર્ટલ ખુલ્લું મુકાયું હતું. બાદમાં રજીસ્ટર થયેલ 3622 પૈકી 2645 ખેડૂતોના મોબાઈલ ઉપર મેસેજ છોડવામાં આવ્યાં હતાં.જેમાં બનાસકાંઠા જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લાના આઠ તાલુકામાં સેન્ટરો ઉભા કરીને ટેકાના ભાવે ખરીદી શરૂ કરીને 15 જુલાઈ સુધીમાં 9150 મેટ્રિક ટન બાજરીની ખરીદી કરાઈ હતી. રાજ્ય સરકારના નિયત કરેલ ટેકાના ભાવ મુજબ પ્રતિ કવીંટલે 2925 રૂપિયાના ભાવે ખરીદી કરાઈ હતી.આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયાં બાદ પહેલી મેથી 15 જુલાઈ સુધી ટેકાના ભાવે બાજરી ખરીદીમાં 1667 ખેડૂતોની 9150 મેટ્રિક ટન બાજરીની ખરીદી કરવામાં આવી હતી.
ધાનેરા સેન્ટર ઉપર એક પણ ખેડુતે બાજરી ન ભરાવી; બનાસકાંઠાના આઠ તાલુકાઓમાં બાજરી ખરીદી માટે ઉભા કરેલ સેન્ટરો પૈકી ડીસામાં 396,કાંકરેજમાં 69, થરાદમાં 172, લાખણીમાં 419,દિયોદરમાં 160,પાલનપુરમાં 317,વડગામમાં 104, ખેડૂતોએ ટેકાના ભાવે બાજરી ભરાવી હતી.જ્યારે ધાનેરામાં એક પણ ખેડૂતે ટેકાના ભાવે બાજરી ભરાવી નહતી.
Google પર રખેવાળને પસંદ કરોટેગ્સ:#Online registration#Banaskantha District#Agricultural Policy#government initiatives#Economic Impact on Farmers#District Supply Department#Support Price#Taluka Breakdown#Millet Purchase#Farmer Participation#PFMS Direct Deposit#Agricultural Support Programs#Procurement Centers#Crop Statistics#Dhanera Center
સંબંધિત સમાચાર
બનાસકાંઠાકાંકરેજ તાલુકાના સરપંચોનું શિહોરી ખાતે સ્નેહમિલન યોજાયું; ૨૧ પડતર પ્રશ્નોને લઈને તંત્રને આવેદનપત્ર અપાયું
22 કલાક પહેલા
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
2 દિવસ પહેલા
