રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણ યુનિવર્સિટી પદવીદાન સમારોહમાં રાજ્યપાલના હસ્તે 151 તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાશે

પાટણ યુનિવર્સિટી પદવીદાન સમારોહમાં રાજ્યપાલના હસ્તે 151 તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાશે

કુલ 54,346 વિદ્યાર્થીઓને પ્રથમવાર રાજ્યપાલની સહીવાળી ડિગ્રી પ્રાપ્ત થશે

પાટણ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ આગામી 10 એપ્રિલ, ના રોજ યોજાનાર છે. આ સમારોહમાં કુલ 54,346 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે. આ વર્ષે પ્રથમવાર રાજ્યપાલની સહીવાળી ડિગ્રી આપવામાં આવશે, જેમાં 151 તેજસ્વી વિદ્યાર્થીઓને રાજ્યપાલના હસ્તે સન્માનિત કરાશે.યુનિવર્સિટીના સત્તાવાર આંકડા મુજબ, રાજ્યપાલ તમામ યુનિવર્સિટીના કુલપતિ હોવાથી આ વખતે પ્રથમવાર તેમની સહીવાળા ડિગ્રી પ્રમાણપત્રો વિદ્યાર્થીઓને મળશે. યુનિવર્સિટીના કુલપતિ પ્રો.કે.સી. પોરિયાએ જણાવ્યું હતું કે અગાઉ કુલપતિની સહીવાળાપ્રમાણપત્રો અપાતા હતા.આ પદવીદાન સમારોહમાં 9 વિવિધ ફેકલ્ટીના કુલ 54,346 વિદ્યાર્થીઓ ડિગ્રી મેળવશે, જેમાં 24,299 પુરુષ અને 30,047 મહિલા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. 

આંકડાકીય વિશ્લેષણ દર્શાવે છે કે આ વર્ષે પદવી મેળવનારમાં મહિલા વિદ્યાર્થીઓનું પ્રમાણ પુરુષો કરતાં વધુ છે.સૌથી વધુ વિદ્યાર્થીઓ ફેકલ્ટી ઓફ આર્ટસમાં નોંધાયા છે, જ્યાં કુલ 26,669 વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવશે. આમાં બેચલર ઓફ આર્ટસના 21,617 અને માસ્ટર ઓફ આર્ટસના 4,928 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ત્યારબાદ ફેકલ્ટી ઓફ એજ્યુકેશનમાં9,921 અને ફેકલ્ટી ઓફસાયન્સમાં 6,497 વિદ્યાર્થીઓ ડિગ્રી મેળવશે.સાયન્સ ફેકલ્ટીમાં માસ્ટર ઓફ સાયન્સના 3,345 અને બેચલર ઓફ સાયન્સના 2,614 વિદ્યાર્થીઓ છે.અન્ય વિદ્યાશાખાઓમાં ફેકલ્ટી ઓફ કોમર્સમાં 5,743, ફેકલ્ટી ઓફ રૂરલ સ્ટડીઝમાં 1,864 અને ફેકલ્ટી ઓફ કોમ્પ્યુટર એન્ડ મેનેજમેન્ટમાં 1,801વિદ્યાર્થીઓ પદવી ધારણ કરશે.

ફેકલ્ટી ઓફ લોમાં 1,138 વિદ્યાર્થીઓ (950 બેચલર ઓફ લો અને 182 માસ્ટર ઓફ લો) છે. મેડિકલ ફેકલ્ટીમાં 667 વિદ્યાર્થીઓ પદવી મેળવશે, જેમાં 568 વિદ્યાર્થીઓ પોસ્ટ બેઝિક બેચલર ઓફ સાયન્સ (નર્સિંગ) ના છે. એન્જિનિયરિંગફેકલ્ટીમાં સૌથી ઓછા 46 વિદ્યાર્થીઓ (આર્કિટેક્ચરના 24 અને ડિઝાઈનના 22) નોંધાયા છે.આ ઉપરાંત, યુનિવર્સિટી દ્વારા પીએચડી.ના વિદ્યાર્થીઓની પણ યાદી જાહેર કરાઈ છે. જેમાં આર્ટસમાં 36, સાયન્સમાં 8, એજ્યુકેશનમાં 8,લો માં 6 અને કોમર્સમાં 11 સંશોધક વિદ્યાર્થીઓને ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવશે.યુનિવર્સિટી વહીવટી તંત્ર દ્વારા 10 એપ્રિલના રોજ યોજાનારા આ સમારોહની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હોવાનું કુલપતિ એ જણાવ્યું હતું.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર