સ્થળ પસંદગી કેમ્પમાં 94 ઉમેદવારો હાજર રહ્યા તેમાથી 90 જગ્યા ભરાઈ; પાટણ જિલ્લામાં વિદ્યા સહાયક ભરતી અંતર્ગત ધોરણ 1થી 5 માટે 100 શિક્ષકોની ફાળવણી કરવામાં આવી છે ત્યારે ગુરૂવારે શહેર ની વનરાજ પગાર કેન્દ્ર શાળા ખાતે યોજાયેલા સ્થળ પસંદગી કેમ્પમાં 94 ઉમેદવારો હાજર રહ્યા હતા. બપોર સુધીમાં 73 ઉમેદવારોએ પોતાની શાળા પસંદગી કરી હતી, જ્યારે 3 ઉમેદવારોએ અસંમતિ દર્શાવી હતી. કુલ 90 જગ્યા ભરાઈ હોવાનું પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નરેન્દ્રસિંહ ચાવડાના જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે જિલ્લામાં કુલ 345 જગ્યાઓ સામે 100 ઉમેદવારોની ફાળવણી કરવામાં આવી છે. સૌથી વધુ 72 જગ્યાઓ સાંતલપુર તાલુકામાં ફાળવાઈ છે. રાધનપુર તાલુકામાં 15, સમી તાલુકામાં 6 અને પાટણ તાલુકામાં 3 જગ્યાઓ ફાળવવામાં આવી છે. સરસ્વતી, સિદ્ધપુર, ચાણસ્મા અને હારીજ તાલુકામાં એક-એક જગ્યાનો સમાવેશ થાય છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક વિભાગમાં એક સાથે સ્થળ પસંદગી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ઉમેદવારોને મેરીટના ધોરણે સ્થળ પસંદગી કરવાની તક આપવામાં આવી છે. કેમ્પમાં જ ઉમેદવારોને નિમણૂકના હુકમો આપવામાં આવ્યા હોવાનું તેઓએ જણાવ્યું હતું.
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
પાટણ જિલ્લામાં વિદ્યા સહાયક ભરતી અંતર્ગત ધોરણ ૧ થી ૫ માટે ૧૦૦ શિક્ષકોની ફાળવણી કરાઈ

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#primary education#Patan district#Patan Taluka#Sami Taluka#Santalpur Taluka#Radhanpur Taluka#Vidya Sahayak Recruitment#Teacher Allotment#Site Selection Camp#Candidate Participation#Educational Vacancies#Merit-Based Selection#State Education Department#Teacher Appointment Orders
સંબંધિત સમાચાર
પાટણજંગરાલ GEB કચેરી ખાતે પૂર્વ ધારાસભ્યના નેતૃત્વમાં આવેદનપત્ર પાઠવાયું
15 કલાક પહેલા
પાટણપાટણ-ઊંઝા હાઈવે પર કાર-ટ્રક વચ્ચે અકસ્માત સજૉતા ટ્રાફિક જામ
1 દિવસ પહેલા
પાટણપાટણમાં 20 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરતાં અરેરાટી વ્યાપી
1 દિવસ પહેલા
પાટણસિદ્ધપુરમાં પંચાયત સદસ્યનું સભ્યપદ રદ્દ: ત્રણ સંતાન હોવાથી DDOએ કરી કડક કાર્યવાહી
3 દિવસ પહેલા
