રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસા માર્કેટયાર્ડમાં આજથી 10 દિવસનું વેકેશન : હોળી પર્વને લઈ મજૂરો વતન રવાના

ડીસા માર્કેટયાર્ડમાં આજથી 10 દિવસનું વેકેશન : હોળી પર્વને લઈ મજૂરો વતન રવાના

​બનાસકાંઠાનું મુખ્ય વેપારી મથક અને એશિયામાં  હબ તરીકે ઓળખાતું ડીસા માર્કેટયાર્ડ આજથી ૧૦ દિવસ માટે બંધ રહેશે. હોળી અને ધુળેટીના પર્વને ધ્યાનમાં રાખીને માર્કેટયાર્ડના સત્તાધીશો અને વેપારી મંડળ દ્વારા રજાઓનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ​ડીસા માર્કેટયાર્ડમાં મોટાભાગની મજૂરી કામગીરી સાથે રાજસ્થાની મજૂરો જોડાયેલા છે. રાજસ્થાનમાં હોળીના તહેવારનું વિશેષ મહત્વ હોવાથી, દર વર્ષે આ સમયે મજૂરો મોટી સંખ્યામાં પોતાના માદરે વતન જતા હોય છે. મજૂરોની ગેરહાજરીમાં યાર્ડમાં માલની આવક અને લોડિંગ-અનલોડિંગની કામગીરી શક્ય ન હોવાથી વેકેશન રાખવાનો નિર્ણય લેવાયો છે. આજથી આગામી ૧૦ દિવસ સુધી યાર્ડમાં હરાજી અને અન્ય વ્યાપારી પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે બંધ રહેશે. ખેડૂતોને પોતાનો ખેતપેદાશ  અત્યારે યાર્ડમાં ન લાવવા વિનંતી કરવામાં આવી છે, જેથી તેમને હાલાકી ન ભોગવવી પડે છે ​સીઝનનો સમય હોવા છતાં, મજૂરોની અછતને કારણે દર વર્ષે આ પ્રકારે બ્રેક લેવો અનિવાર્ય બને છે. વેકેશન પૂર્ણ થયા બાદ ફરી એકવાર યાર્ડ ધમધમતું થશે અને રાબેતા મુજબ હરાજી શરૂ કરવામાં આવશે. હોળીના તહેવારને લઈ હાલ ડીસાના બસ સ્ટેન્ડ અને ખાનગી ટ્રાવેલ્સમાં પણ વતન જઈ રહેલા મજૂરોની ભારે ભીડ જોવા મળી રહી છે.    

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર