અંબાજી યાત્રાધામમાં 1થી 7 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર ભાદરવી પૂનમના મહામેળા પહેલાં તંત્ર દ્વારા મહત્વપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને ગ્રામપંચાયતના સંયુક્ત ઉપક્રમે અંબાજી ગ્રામ પંચાયતમાં ફૂડ લાઇસન્સ રજીસ્ટ્રેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મેળા દરમિયાન લાખોની સંખ્યામાં માઈભક્તો અંબાના દર્શન માટે આવશે. આ ભક્તોના સ્વાસ્થ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ખોરાક સંબંધિત હોટલ, સ્ટોલ અને નાસ્તા-પાણીની વ્યવસ્થા પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ફૂડ વિભાગના અધિકારીઓ દ્વારા વેપારીઓને ઓનલાઈન અરજી કરવામાં મદદ કરવામાં આવી રહી છે. સ્થળ પર જ તેમને ફૂડ લાઇસન્સ આપવામાં આવી રહ્યા છે. આ કેમ્પ માત્ર એક દિવસ માટે યોજવામાં આવ્યો છે. ત્યારબાદ વેપારીઓએ ઓનલાઈન પ્રક્રિયા દ્વારા લાઇસન્સ મેળવવાનું રહેશે.મેળા દરમિયાન યાત્રાળુઓની સુવિધા માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ, યાત્રાધામ વિકાસ બોર્ડ અને અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવશે.
- August 20, 2025
0
162
Less than a minute
You can share this post!
editor

