રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

જુનાડીસા-વાસણા રોડ ઉપર રેતી ભરેલા ડમ્પરની અફફેટે યુવકનું મોત

જુનાડીસા-વાસણા રોડ ઉપર રેતી ભરેલા ડમ્પરની અફફેટે યુવકનું મોત
તંત્રની નિષ્ક્રિયતા સામે ગામલોકોમાં આક્રોશ; ડીસાના જુના ડીસા-વાસણા રોડ પર બેફામ દોડતા રેતી ભરેલા વાહનોનો આતંક યથાવત છે. આજે વધુ એક ગમખ્વાર અકસ્માતમાં એક યુવકનું કરૂણ મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટનાથી સ્થાનિકોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે અને તંત્રની કુંભકર્ણ નિંદ્રા સામે સવાલો ઉઠી રહ્યા છે. આ ​અકસ્માતની વિગતો અનુસાર જુના ડીસા-વાસણા રોડ પર રેતી ભરેલી ડમ્પર અને એક્ટિવા વચ્ચે ભયાવહ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક્ટિવા પર સવાર સંતોષી ગોળીયાના માળી સમાજના જયેશ દિનેશભાઈ ગેલોતને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે તેમની સાથે સવાર પરેશકુમાર બાબુલાલ ગેલોત (ઉંમર ૪૩ વર્ષ) નું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું.વધુ એક યુવાનનો ભોગ લેવાતા લોકોમાં આક્રોશ છવાયો હતો. આ અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિકોમાં રેતી ભરીને બેફામ દોડતા વાહનચાલકો અને તેમની સામે આંખ આડા કાન કરતા વહીવટીતંત્ર સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો. જુના ડીસા-વાસણા રોડ પર રેતી ભરેલા વાહનોના કારણે વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે, જેમાં નિર્દોષ લોકો અકાળે મોતને ભેટી રહ્યા છે. છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા લોકોમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે. માળી સમાજના યુવકના મોતથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર