સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં યુવક ચાઈનીઝ દોરી સાથે ઝડપાયો

વાઘેલાવાસમાંથી 42 ફીરકી જપ્ત, પોલીસે કાર્યવાહી કરી
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં પોલીસે ચાઈનીઝ દોરી વિરુદ્ધ કાર્યવાહી કરી છે. વાઘેલાવાસ વિસ્તારમાંથી એક યુવકને 42 નંગ ચાઈનીઝ દોરીની ફીરકીઓ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન જીગ્નેશકુમારને મળેલી બાતમીના આધારે પોલીસે વાઘેલાવાસમાં દરોડો પાડ્યો હતો. ત્યાં લોકેશ મુકેશભાઈ વાઘેલા (રહે. જનરલ પોસ્ટ ઓફિસ પાછળ, વાઘેલાવાસ, હિંમતનગર) થેલો લઈને ઊભો હતો.
પોલીસે લોકેશ વાઘેલાના થેલાની તપાસ કરતા તેમાંથી 'મહક સિલ્વર મસાલા' લખેલા બે થેલા મળી આવ્યા હતા. આ થેલામાંથી કુલ 42 નંગ ચાઈનીઝ દોરીની ફીરકીઓ મળી આવી હતી, જેની કિંમત આશરે રૂપિયા 21,000 આંકવામાં આવી છે. પોલીસે મુદ્દામાલ જપ્ત કરી આરોપી લોકેશ મુકેશભાઈ વાઘેલા વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરી છે.
સંબંધિત સમાચાર
સાબરકાંઠાહિંમતનગરમાં શિક્ષણ સેતુ પ્રોજેક્ટ શરૂ: એસએમસી કીટનું લોકાર્પણ
15 કલાક પહેલા
સાબરકાંઠાખેડબ્રહ્મા ખાતે FNHW અંતર્ગત ચાર દિવસીય ToT તાલીમનો પ્રારંભ કરાયો
2 દિવસ પહેલા
સાબરકાંઠાઅંબાજીના જયકારથી ગુંજ્યું ખેડબ્રહ્મા: ભાદરવી પૂનમે IG અને SPની ઉપસ્થિતિમાં અંબિકા મંદિરે ભવ્ય ધ્વજારોહણ
4 દિવસ પહેલા
સાબરકાંઠાવિજયનગરમાં દિગંબર જૈન સમાજના પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ: ભવ્ય શોભાયાત્રા અને સન્માન સમારોહ યોજાયો
6 દિવસ પહેલા
