રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | થરાદ

થરાદમાં યુવક પર લાકડી-ધોકાથી જીવલેણ હુમલો વિડિયો વાઇરલ

થરાદમાં યુવક પર લાકડી-ધોકાથી જીવલેણ હુમલો વિડિયો વાઇરલ
લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડાયો,પોલીસે કાર્યવાહી હાથ ધરી; થરાદની મુખ્ય બજારમાં આવેલા એક કોમ્પ્લેક્સમાં સિલાઈ કામ કરતા એક યુવક પર બે-ત્રણ યુવકોએ લાકડી અને ધોકા વડે હુમલો કર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. થરાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાને કારણે મુખ્ય બજાર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાપ્ય માહિતી મુજબ થરાદ શહેરમાં મુખ્ય બજાર વિસ્તારમાં આવેલા વર્ધમાન કોમ્પ્લેકસમાં સિલાઇ કામ કરતા ત્રણ લુખ્ખા તત્વોએ હિચકારો હુમલો કરતાં ધોકા અને લાકડીઓ લઇને ઢોર માર માર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો હતો. બીજી બાજુ યુવકને લોહીયાળ હાલતમાં સારવાર અર્થે આથી પોલીસ દ્વારા ગણતરીના સમયમાં જ હુમલાખોર ત્રણ યુવકોને ઝડપી લીધા હતા. તેમજ બજારમાંથી ચાલતા ઘટના સ્થળ સુધી  લઇ જઇ રિકંસ્ટ્રકશન પણ કર્યું હતું. મારામારીની ઘટનાની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બે અજાણ્યા વ્યક્તિઓ વચ્ચેના આ ઝઘડાએ વિસ્તારમાં ભારે ચકચાર મચાવી દીધી હતી.પોલીસ દ્વારા પણ આ ઘટનાને ગંભીરતાથી લેવાતાં ફરિયાદ નોંધવા ઉપરાંત આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર