રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા9 માર્ચ, 2025| Super Admin

પાંથાવાડા ધાનેરા ટોલરોડ પર ગોઝારા માર્ગ અકસ્માતમાં વેપારી યુવકનું મોત

પાંથાવાડા ધાનેરા ટોલરોડ પર ગોઝારા માર્ગ અકસ્માતમાં વેપારી યુવકનું મોત
અકસ્માત ને પગલે ગામમા ફેલાઈ અરેરાટી; બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલકનું સારવાર દરમિયાન મોત જ્યારે બાઇક પાછળ બેઠેલ તેમની પત્ની ને ગંભીર રીતે ઈજાઓ થતાં હોસ્પિટલ મા સારવાર હેઠળ. દાંતીવાડાના પાંથાવાડા ધાનેરા ટોલરોડ હાઈવે બન્યો ત્યારથી અનેક અકસ્માતની ઘટનાઓ બની રહી છે. અનેક લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે. ત્યારે આવી જ એક ધટના સામે આવી છે. દાંતીવાડાના ઝાત ગામના યુવાન અને વ્યવસાયે બિયારણની દુકાન ધરાવતા વેપારી રમણભાઈ જીવાજી રાજગોર કે જેઓ બન્ને પતિ પત્ની ઘરકામ અર્થે ખિમ્મત તરફ઼ થી પરત ઘરે ફરતાં અલ્ટો કારે અડફેટે લેતા તેમને પાંથાવાડા રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અને વધુ સારવાર અર્થે પાલનપુર ખાનગી હૉસ્પિટલ મા ખસેડતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે બાઇક પાછળ બેઠેલ તેમની પત્ની રમીલા બેન ને ગંભીર રીતે ઈજાઓ થતાં હોસ્પિટલમાં ખસેડ્યા હતા. કમકમાટી ભર્યા અકસ્માતની ઘટના વાયુવેગે પ્રસરતા ગામમા અરેરાટી વ્યાપી ગઈ હતી. જ્યારે પરિવાર જનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા હતા. અકસ્માતની જાણ થતાં પાંથાવાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગુન્હો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.

સંબંધિત સમાચાર