સમગ્ર વિશ્વમાં પહેલી ડીસેમ્બરે વિશ્વ એઈડ્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણીના ભાગરૂપે આજ રોજ સિવિલ હોસ્પિટલ ડીસા, સહયોગ પ્રગતિ મંડળ ડીસા ટી.આઈ. અને લિંકવર્કર સ્કીમ બનાસકાંઠાના સંયુક્ત સહયોગથી કૃષિ વિજ્ઞાન પોલીટેકનિક કોલેજ ડીસામા વિશ્વ એઈડ્સ દિવસ નિમિત્તે કાર્યકમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યકમ અંતર્ગત કૃષિ વિજ્ઞાન પોલીટેકનિક કોલેજમાં એચ.આઈ.વી. એઈડ્સ અંગે સેમિનારનુ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત કોલેજના વિધાર્થીઓ દ્વારા ડીસાના જલારામ મંદિર ચોક, બગીચા સર્કલ ચોક અને નવા બસ સ્ટેશન ખાતે લોકોમા એચ.આઈ.વી. અંગે લોક જાગૃતિ ફેલાય એ હેતુથી શેરી નાટક રજૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યકમમાં કૃષિ વિજ્ઞાન પોલીટેકનિક કોલેજના પ્રિન્સિપાલ ડૉ. મનીષાબેન, એન.એસ.એસ. વિભાગના પ્રોગ્રામ ઓફિસર ડૉ. તુષારભાઈ, મદદનીશ પ્રાધ્યાપક રિધ્ધિબેન જોષી, દિવ્યાબેન પીઠિયા, મહેશભાઈ ગેલોત આ તમામ સ્ટાફનો ખૂબ જ સહયોગ રહ્યો હતો. ડીસા જનરલ હોસ્પિટલના ડૉ.ખાન , મયુરભાઈ નર્સિંગ સ્ટાફ અને આઈ.સી.ટી.સી. રીનાબેન પટેલ, સહયોગ પ્રગતિ મંડળ ડીસા ટી.આઈ. કાઉન્સેલર રિમ્પલબેન, એમ.&.ઈ. ઝુબેરભાઈ, ઓ.આર.ડબલ્યુ. આદિત્યભાઈ અને ઈશ્વરભાઈ તેમજ લિંકવર્કર સ્કીમ બનાસકાંઠામાંથી સહદેવભાઈ અને આનંદભાઈ ઉપસ્થિત રહેલ અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
ડીસાની કૃષિ વિજ્ઞાન પોલીટેકનીક કોલેજમાં વિશ્વ એઇડ્સ દિનની ઉજવણી

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#celebrated#Deesa#December#HIV#Civil Hospital Deesa#Krishi Vigyan#Polytechnic College#World AIDS Day
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસાના જેનાલ ગામમાં રેલવે દ્વારા રસ્તો બંધ કરાતાં ગ્રામજનોમાં ભારે આક્રોશ
4 કલાક પહેલા
બનાસકાંઠાચાચર ચોકમાં ખેલૈયાઓ ઝૂમ્યા: અંબાજી ખાતે પ્રથમ નોરતે દર્શનાર્થીઓનો મહાસાગર
4 કલાક પહેલા
બનાસકાંઠાઅંબાજીની રાજસ્થાની ચણિયાચોળીની દેશ-વિદેશમાં ધૂમ, 2026ની નવી ડિઝાઇન્સ આકર્ષણનું કેન્દ્ર
3 દિવસ પહેલા
બનાસકાંઠાવડગામમાં સરફરાજ ભંગારીના ગોડાઉનમાં ભીષણ આગથી અફરાતફરી
3 દિવસ પહેલા
