પાલનપુર ઈનર વ્હીલ ક્લબ દ્વારા મહિલાઓ પર થતા અત્યાચારના વિરોધમાં અને જાગૃતિ ફેલાવવા માટે "ઓરેન્જ ધ વર્લ્ડ" થીમ અંતર્ગત એક મહિલા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં બહેનો અને દીકરીઓ જોડાઈ હતી. પાલનપુર સ્થિત જ્યોર્જ ફિફ્થ ક્લબથી આ રેલી નીકળી હતી. રેલીમાં ઉપસ્થિત મહિલાઓએ એકતા સાથે વિરોધ પ્રદર્શિત કરી સમાજમાં વધતા મહિલા અત્યાચાર સામે સશક્ત સંદેશ આપ્યો હતો.આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પૂર્વ રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડો. રાજુલબેન દેસાઈ જોડાયા હતા. તેમણે મહિલાઓને સંબોધતા જણાવ્યું હતું કે, હિંસા મુક્ત સમાજ માટે દરેક બહેન-દીકરીએ પોતાની સુરક્ષા અંગે સજાગ રહેવાની અને અન્યાય સામે નિર્ભયપણે અવાજ ઉઠાવવાનો સમય આવી ગયો છે.આ રેલીમાં ઈનર વ્હીલ ક્લબની બહેનો સાથે જી.ડી. મોદી કોલેજની વિદ્યાર્થીનીઓ અને ભારત વિકાસ પરિષદની બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
ઓરેન્જ ધ વર્લ્ડ" થીમ અંતર્ગત મહિલા રેલીનું આયોજન; અત્યાચાર સામે સશક્ત સંદેશ

Google પર રખેવાળને પસંદ કરો
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસાના શેરપુરા ગામે મંડપના ગોડાઉનમાં ભીષણ આગ: ૨૦ થી ૨૫ લાખનું નુકસાન
2 દિવસ પહેલા
બનાસકાંઠાશ્રી સર્વોદય લૉ કોલેજ, કાંટ ખાતે દીપાવલી પર્વ નિમિત્તે રંગોળી સ્પર્ધાનું આયોજન
3 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં સોનાના દાગીના પેટે આપેલો રૂ. ૮.૯૫ લાખનો ચેક રિટર્ન થવાના કેસમાં મહિલાને ૧ વર્ષની કેદની સજા
4 દિવસ પહેલા
બનાસકાંઠાજુનાડીસા હાઇવે ઉપર ગેરકાયદે ફટાકડાના સ્ટોલ ધમધમવા લાગ્યા
4 દિવસ પહેલા
