રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ24 ફેબ્રુઆરી, 2026| Super Admin

પાટણમાં તલાકની ધમકી આપતાં પતિના ત્રાસથી પત્નીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો

પાટણમાં તલાકની ધમકી આપતાં પતિના ત્રાસથી પત્નીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો

પાટણ શહેરના ટાંકવાડા વિસ્તારમાં રહેતી 27 વર્ષીય પરિણીતાએ પતિના માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળી મચ્છર મારવાની દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. પતિના અન્ય સ્ત્રી સાથેના પ્રેમ સંબંધો અને તલાકની ધમકીથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. આ મામલે પાટણ સીટી એ-ડિવિઝન પોલીસે આરોપી પતિ વિરુદ્ધ BNS ની કલમ 85 અને 351(2) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.બનાવની મળતી માહિતી મુજબ મૂળ અમદાવાદની યુવતીના લગ્ન 09 ફેબ્રુઆરી, 2023ના રોજ પાટણના ખાલીદ ખલીલભાઈ સૌદાગર સાથે થયા હતા. તેમને દોઢ વર્ષનો એક પુત્ર પણ છે. લગ્નના થોડા સમય બાદ, છેલ્લા આઠ મહિનાથી એટલે કે 04 ઓગસ્ટ, 2025થી પતિ દ્વારા નાની નાની બાબતોમાં ઝઘડો કરી પરિણીતાને માનસિક અને શારીરિક ત્રાસ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. પતિ અવાર નવાર પત્નીને ઘરમાંથી કાઢી મૂકતો હતો, જેના કારણે પરિણીતા વારંવાર તેના મામાના ઘરે અથવા પિયર અમદાવાદ જતી રહેતી હતી. સમાજ ના આગેવાનો દ્વારા સમાધાન કરાવી તેને પરત સાસરીમાં મોકલવામાં આવતી હતી પરંતુ થોડા સમય બાદ પતિ ફરી ત્રાસ ગુજારતો હતો.છેલ્લા ચાર મહિનાથી પતિએ પત્ની અને બાળકને ઘરમાંથી કાઢી મૂક્યા હતા.પરિણીતાએ અનેકવાર પતિને ફોન કરી સાથે રાખવા વિનંતી કરી હતી.જોકે, પતિ ફોન ઉપાડતો ન હતો અને ક્યારેક ફોન ઉપાડે તો સીધો જ જવાબ આપતો કે 'તારે અહીં આવવાનું નથી, હું તલાકના કાગળો મોકલું છું તેના પર સહી કરી દેજે આ દરમિયાન પરિણીતાને જાણ થઈ હતી કે તેના પતિને છેલ્લા છ મહિનાથી અન્ય કોઈ સ્ત્રી સાથે પ્રેમ સંબંધ છે,જેના કારણે તે પોતાની પત્નીને સાથે રાખવા માંગતો નથી. ગત તા. 05 ફેબ્રુઆરી, 2026ના રોજ પરિણીતા ફરી એકવાર પાટણ ખાતે તેના સાસરીમાં ગઈ હતી, પરંતુ ત્યાં તેને કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો.પતિ અમદાવાદ ખાતે નોકરી કરતો હોઈ તેને ફોન કરતા તેણે ફરીથી સાથે રાખવાની ના પાડી દીધી હતી. આ સતત ઉપેક્ષા અને ત્રાસથી કંટાળીને પરિણીતાએ તા. 06 ફેબ્રુઆરી, 2026ના રોજ સાંજના 5:00 વાગ્યાના અરસામાં તેના મામાના ઘરે મચ્છર મારવાની દવા પી લીધી હતી.ઝેરી અસર થતા તેને તાત્કાલિક પાટણની ગીતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આ મામલે સારવાર બાદ પરિણીતાએ પાટણ સીટી એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.      

સંબંધિત સમાચાર