રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

પોલીસનો ડર ક્યાં ? ડીસામાં જાહેરમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ

પોલીસનો ડર ક્યાં ? ડીસામાં જાહેરમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ

​ ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડાડતી એક ચોંકાવનારી ઘટના ડીસા શહેરમાં સામે આવી છે. ડીસાના બગીચા વિસ્તારમાં એક શખ્સ જાહેરમાં નિર્ભય બનીને દેશી દારૂની પોટલી પીતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાએ ડીસા શહેર અને ગ્રામ્ય પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.

​વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ભરચક ગણાતા બગીચા વિસ્તારના સર્કલ પાસે એક શખ્સ કોઈ પણ ડર વગર દેશી દારૂની પોટલી ગટગટાવી રહ્યો છે. જાણે ડીસામાં પોલીસનું અસ્તિત્વ જ ન હોય તેમ આ શખ્સે કાયદાના રક્ષકોને ખુલ્લો પડકાર ફેંક્યો છે. સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે હવે પીનારાઓને પોલીસની જરાય બીક રહી નથી, જેના કારણે જનતાની સુરક્ષા સામે પણ ખતરો ઉભો થયો છે.​

ડીસા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં દેશી દારૂની હાટડીઓ બેરોકટોક ધમધમી રહી હોવાની બૂમ ઉઠી છે. આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે ​પોલીસ તંત્ર દારૂના અડ્ડાઓ બંધ કરાવવાને બદલે 'માસિક હપ્તા' લેવામાં વધુ રસ દાખવી રહ્યું છે.​જાહેરમાં નશો કરીને ફરતા શખ્સોને લીધે સામાન્ય નાગરિકો અને ખાસ કરીને મહિલાઓ અસુરક્ષિત અનુભવી રહી છે.સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો જોઈને લોકો તંત્રની નિષ્ક્રિયતા પર આકરા પ્રહારો કરી રહ્યા છે.​એક તરફ સરકાર દારૂબંધીના કડક અમલની વાતો કરે છે, તો બીજી તરફ ડીસાની સરેઆમ બજારોમાં દારૂની પોટલીઓ મળી રહી છે. શું ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ મામલે તપાસ કરી જવાબદાર પોલીસકર્મીઓ અને બુટલેગરો સામે કડક કાર્યવાહી કરશે ? કે પછી 'સબ સલામત છે' તેમ કહીને આ પ્રકરણ પર પડદો પાડી દેવામાં આવશે ? તે હવે જોવાનું રહ્યું.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર