રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસામાં બ્રાન્ડેડ ઘીના નામે 'ઝેર' પીરસતું નેટવર્ક, ફૂડ વિભાગની ઊંઘ ક્યારે ઉડશે ?

ડીસામાં બ્રાન્ડેડ ઘીના નામે 'ઝેર' પીરસતું નેટવર્ક, ફૂડ વિભાગની ઊંઘ ક્યારે ઉડશે ?
બનાસકાંઠાનું આર્થિક પાટનગર ડુપ્લીકેટ ચીજવસ્તુઓનું હબ બન્યું  અમુલ, સાગર અને બનાસ જેવી બ્રાન્ડનું પણ ડુપ્લીકેટિંગ થતું હોવાની વ્યાપક રાવ બનાસકાંઠા જિલ્લાની આર્થિક પાટનગરી ગણાતા ડીસા શહેરની છબી હવે રાજ્યભરમાં ડુપ્લીકેટ સામાનના કેન્દ્ર તરીકે ઉપસી રહી છે. છેલ્લા કેટલાક સમયથી ડીસાના જી.આઈ.ડી.સી. વિસ્તાર, સીમ વિસ્તારના ખેતરો અને રહેણાંક મકાનોમાં ધમધમતી ડુપ્લીકેટ ઘી બનાવવાની ફેક્ટરીઓએ જોર પકડ્યું છે. જન આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરતા આ નેટવર્ક સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની નિષ્ક્રિયતા સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. ​ચર્ચાઓ મુજબ, ડીસામાં માત્ર હલકી ગુણવત્તાનું ઘી જ નથી બનતું, પરંતુ નામચીન બ્રાન્ડ્સ જેવી કે અમુલ, સાગર અને બનાસ જેવી કંપનીઓના પેકિંગ અને લોગોનો ઉપયોગ કરી આબેહૂબ ડુપ્લીકેટ ઘી તૈયાર કરવામાં આવે છે. આ નકલી ઘીને અસલ ગણાવીને રાજ્યભરમાં સપ્લાય કરવામાં આવી રહ્યું છે. ડીસામાં તૈયાર થતું આ જોખમી ઘી મોડી રાત્રે ખાનગી લક્ઝરી બસો મારફતે રાજસ્થાનના વિવિધ શહેરોમાં પહોંચાડવામાં આવે છે. આ ઉપરાંત, સ્થાનિક સ્તરે કેટલાક મોલ અને પાર્લરોમાં પણ આ ભેળસેળિયા વેપારીઓ પોતાની વગ વાપરીને બેરોકટોક વેચાણ કરી રહ્યા હોવાની બૂમો ઉઠી છે. ​સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે ફૂડ વિભાગની રહેમનજર તળે જ આ આખું કૌભાંડ લાંબા સમયથી ફૂલીફાલી રહ્યું છે.જેથી લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થઈ રહ્યા છે, ત્યારે તંત્ર માત્ર કાગળ પરની કાર્યવાહી કરવાને બદલે આવા એકમો પર દરોડા પાડી, તેને સીલ કરી કડક દાખલારૂપ કાર્યવાહી કરે તે અત્યંત અનિવાર્ય બન્યું છે.  
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર