રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઇ માવઠાની આગાહી

બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઇ માવઠાની આગાહી
ભર શિયાળે ગાજવીજ સાથે કમોસમી વરસાદના એંધાણ થી ખેડૂતોમાં ચિંતા વધી વાતાવરણમાં પલટા વચ્ચે તાપમાનમાં વધારો, બે દિવસ બાદ ફરી ઠંડી વધવાની શક્યતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ગુજરાતના કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવતા ખેડૂત વર્ગમાં પણ ચિંતા વધી છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે, વાદળછાયા માહોલ વચ્ચે માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ભર શિયાળે માવઠાના એંધાણને લઇ ખેડૂતોમાં ચિંતા ના વાદળો છવાયા છે. બનાસકાંઠા જિલ્લો ખેતીપ્રધાન વિસ્તાર હોવાથી અહીં બુહદ બનાસકાંઠા જિલ્લાના અંદાજે ૪,૮૨,૦૨૫ હેક્ટર વિસ્તારમાં ઉભા પાક પર કમોસમી વરસાદથી ખતરાની ઘંટી વાગી છે. ખાસ કરીને બટાટા ઘઉં, જીરું, રાયડો તમાકુ રાજગરો અને ચણા જેવા પાકો હાલ પરિપક્વ અવસ્થામાં હોવાથી વરસાદ થાય તો ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.પરિપક્વ પાકો થતા ખેડૂતો દ્વારા કાપણી સહિતના ખેતી કામો શરૂ કરવામાં આવ્યા છે, પરંતુ જો માવઠું વરસે તો ખેતીના તમામ કામો પર બ્રેક લાગી જશે. બીજી તરફ વાતાવરણમાં બદલાવ આવતા રાત્રિના તાપમાનમાં વધારો નોંધાયો છે, જેના કારણે ઠંડીની અસર ઓછી થઈ છે. જોકે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી બે દિવસ બાદ ફરી એકવાર ઠંડીનું જોર વધશે. બદલાતા હવામાનને લઇ ખેડૂતો અને સામાન્ય જનતાને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. કમોસમી વરસાદની આગાહીને લઈ ખેડૂતોને સાવચેતી રાખવા સૂચના હવામાન વિભાગે માવઠાની આગાહી બાદ ખેડૂતોને સાવચેત રહેવા સૂચના આપી છે. પાક કાપણી માટે તૈયાર હોય તે વિસ્તારોમાં શક્ય તેટલી વહેલી તકે કાપણી પૂર્ણ કરવા અને કાપેલા પાકને સુરક્ષિત સ્થળે સંગ્રહ કરવાની સલાહ આપવામાં આવી છે. ખુલ્લામાં રાખેલા પાકને ઢાંકી દેવા માવઠું થાય તો ખેડૂતોને ઓછું નુકસાન થાય તે માટે અત્યારથી તેની તકેદારી રાખવા માટે સલાહ આપવામાં આવી છે. મજબૂત વેસ્ટર્ન ડીસ્ટર્બન્સને લઇ બનાસકાંઠા સુધી તેની અસર થવાની શક્યતા શિયાળાના ઉત્તરાધે ફરી એકવાર વાતાવરણમાં પલટા સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે માવઠા સાથે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને પવન ફૂંકાવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે છુટા છવાયા સ્થળો પર તેની અસર થઈ શકે છે.  
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર