રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા12 એપ્રિલ, 2025| Super Admin

મૌસમનો મિજાજ : વાતાવરણમાં અસ્થિરતાને લઈ હવામાનમાં પલટો આવ્યો

મૌસમનો મિજાજ : વાતાવરણમાં અસ્થિરતાને લઈ હવામાનમાં પલટો આવ્યો
બનાસકાંઠા જિલ્લા સહિત રાજ્યના કેટલાક ભાગોમાં છેલ્લા ચાર પાંચ દિવસ થી હીટવેવ અસર જોવા મળી રહી હતી જેના કારણે લોકો ગરમીથી તોબા પોકારી ઉઠ્યાતા પરંતુ દેશના વિવિધ ભાગોમાં કેટલીક સિસ્ટમો સક્રિય થતા વાતાવરણમાં પણ અસ્થિરતા સાથે હવામાનમાં પલટો આવી રહ્યો છે. ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં શુક્રવારે વરસાદ થયા ના અહેવાલો મળી રહ્યા છે. જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં પણ વાતાવરણ પલટો આવી રહ્યો છે. આકાશમાં અંશતઃ વાદળો આવેલા જોવા મળી રહ્યા છે જેના કારણે મહત્તમ તાપમાનમાં પણ મોટો ઘટાડો હતો. શુક્રવારે ડીસાનું મહત્તમ તાપમાન 5.4 ડિગ્રીના ઘટાડા સાથે 36.4 ડીગ્રી નોંધાયું સાથે પવનની ગતિમાં પણ વધારો થતા લોકોને આગ આકતૂ થી ગરમીમાંથી મોટી રાહત મળી હતી. હવામાન નિષ્ણાતોના મતે હજુ આગામી 15 એપ્રિલ સુધી ગરમીમાંથી રાહત મળે એવી શક્યતાઓ છે. ત્યારબાદ ફરી એકવાર ગરમી નું પ્રમાણ વધી શકે છે. પરંતુ અત્યારે વાતાવરણમાં થયેલા ફેરફારના કારણે પ્રજાજનોને ગરમી માંથી રાહતો અનુભવી છે. આગામી સમયમાં પવનની ગતિમાં વધારાની સાથે આકાશ વાદળછાયુ બની રહેશે; આ અંગે કેટલાક હવામાન નિષ્ણાતો ના મતે દેશભરમાં સર્જાયેલી વાતાવરણની અસ્થિરતા ને લઈ ઉત્તર ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં આગામી સમયમાં પવનની ગતિમાં વધારો નોંધાશે અને કેટલાક વિસ્તારોમાં વાદળો જોવા મળશે આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં ધૂળ ભરી આંધી પણ આવી શકે તેવી શક્યતાઓ રહેલી છે. વાતાવરણમાં અચાનક આવેલા ફેરફારનું કારણ; આ અંગે હવામાન નિષ્ણાતોના મતે બંગાળની ખાડીમાં સર્જાયેલ સિસ્ટમ ઉપરાંત ઉત્તર ભારતમાં પસાર થઈ રહેલા વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ અને રાજસ્થાન રાજ્ય ઉપર સર્જાયેલી સાઇકોલોનીક સિસ્ટમ ઉપરાંત અરબી સમુદ્રમાં એન્ટીસાયકોનોમિક્સ સિસ્ટમને પગલે આગામી ત્રણ ચાર દિવસ સુધી વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી શકે તેવી શક્યતાઓ રહેલી છે તેના કારણે દેશ ના કેટલાક ભાગોમાં વરસાદ પણ થવાની શક્યતા રહેલી છે

સંબંધિત સમાચાર