રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ઉનાળાની કાળ ઝાળ 45 ડીગ્રી ગરમી માં વાવ સુઇગામ પંથક પાણી સંકટ માટે પાણી ચોરો જવાબદાર

ઉનાળાની કાળ ઝાળ 45 ડીગ્રી ગરમી માં વાવ સુઇગામ પંથક પાણી સંકટ માટે પાણી ચોરો જવાબદાર

તપાસ માં તંત્રની ઢીલી નીતિ જવાબદાર; એક તરફ દાદાની રાજ્ય સરકાર વીજ ચોરો અને પાણી ચોરો ને પકડી પાડવાની કવાયત હાથ ધરી હતી પરંતુ સરહદી વાવ અને સુઇગામ પંથક માં હજુ પણ પાણીની ચોરી કરતા માફિયાઓ ને લીધે સરહદી છેવાડા ના ગામો સુધી પાઇપ લાઇન મારફત પાણી પહોંચતું નથી. જો કે રાજ્ય સરકારે સરહદી વિસ્તારના વાવ સુઇગામ ભાભર પંથકના અંદાજે 170 ગામોને ઉનાળાની ઋતુ માં પાણીની અછત ન પડે તે હેતુસર એક એજન્સી ને પાણી માટે કરોડો રૂપિયાનો ઠેકો આપ્યો છે. આ એજન્સી ના સંચાલક ને પણ પાણી ચોરી કરતા ચોરો મચક આપતા નથી હમણાં એક સપ્તાહ અગાઉ વાવ દેવપુરાની મુખ્ય લાઇન કે જેમાંથી વાવ તાલુકાના 22 ગામો ને પીવાનુ પાણી મળે છે. તેમાંથી પાણી ચોરી કરતા 3 ઈસમો વિરુદ્ધ જવાબદાર તંત્ર એ ફરિયાદ કરવા છતાં હજુ વાવ સુઇગામ પંથકની પાણીની મુખ્ય લાઇન માંથી પાણીની ચોરી કરી સિંચાઈ કરતા બ્લોકની ફેકટરીઓ ધરાવતા પેટ્રોલ પમ્પો પર બિન અધિકૃત કનેકસનો ચલાવતા તેમજ બોરો રિચાર્જ કરતા તેમજ અન્ય કોમર્શિયલ હેતુમાં પાણીનો ઉપયોગ કરતા રાજકીય વગ ધરાવતા પાણી ચોરી કરતા માફિયાઓ ને નાથવામાં જવાબદાર તંત્ર પણ ગભરાઈ રહ્યું છે. જો કે માફિયાઓ ને લીધે સરહદી પંથક નું પશુધન પાણી માટે વલખાં મારી રહ્યું છે. જ્યારે સરહદી વાવ તાલુકાના કેટલાય ગામોમાં પાણીના અભાવે આવેદન પત્રો અપાઈ રહ્યા છે. બે દિવસ અગાઉ વાવ તાલુકા ના ગંભીર પુરા ગામની મહિલાઓ એ વાવ મામલતદાર કચેરીમાં આવી માટલા ફોડી વિરોધ નોંધાવ્યો હતો.જિલ્લા કલેકટર સરહદી વાવ સુઇગામ પંથક માં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરે તો કેટલાય પાણી ચોરી કરતા માફિયા ઓ ઝડપાઇ શકે છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર