રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસાના માલગઢમાં જીવલેણ હુમલાના કેસમાં વોન્ટેડ મુખ્ય આરોપી ઝડપાયો

ડીસાના માલગઢમાં જીવલેણ હુમલાના કેસમાં વોન્ટેડ મુખ્ય આરોપી ઝડપાયો
રૂરલ પોલીસે કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી; ડીસાના માલગઢ ગામના રાજકીય આગેવાન અને તેમના પરીવાર ઉપર જીવલેણ હુમલાના કેસમાં છેલ્લા ઘણા સમયથી નાસતા- ફરતા મુખ્ય આરોપીને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની મળતી વિગતો મુજબ, ગત તા.28/10/24 ની રાત્રે માલગઢ ગામે હાઇવે ઉપરની હોટલમાં નાણાકીય લેતીદેતીની અદાવતમાં ખેતાજી ટી.માળી અને તેમના પરિવાર ઉપર ફુલચંદભાઈ દેવચંદભાઈ માળી અને તેમના પરિવારે ઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો.જેમાં ફરિયાદી પક્ષના 7 થી વધુ લોકો ગંભીર હદે ઘવાયા હતા.જેમને સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા.હુમલામાં લોહીલુહાણ બનેલા ખેતાજી માળીએ આ બાબતે 9 સામે નામજોગ અને અન્ય મળી કુલ 16 લોકો સામે રૂરલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.તેથી પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ આરોપીઓની અટકાયત કરી હતી પરંતુ મુખ્ય આરોપી ફૂલચંદભાઈ માળી છેલ્લા ઘણા સમયથી પોલીસને ચકમો આપી નાસતો ફરતો હતો.જેથી ડીસા જ્યુડિશિયલ કોર્ટે તેને વોન્ટેડ જાહેર કરી ધરપકડ વોરંટ કાઢ્યું હતું.જેના પગલે રૂરલ પીઆઈ વિંઝુડા અને સ્ટાફે તપાસના ચક્રો ગતિમાન કરી મુખ્ય આરોપી ફૂલચંદભાઈ માળીને ઝડપી લીધો હતો અને ગુનાની વધુ તપાસ અર્થે રીમાન્ડ મેળવવા કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી હતી.જેને લઈ ગામમાં ચકચાર મચી જવા પામી છે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર