રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા12 ઑક્ટોબર, 2026| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ડીસાના જેનાલ ગામમાં રેલવે દ્વારા રસ્તો બંધ કરાતાં ગ્રામજનોમાં ભારે આક્રોશ

ડીસાના જેનાલ ગામમાં રેલવે દ્વારા રસ્તો બંધ કરાતાં ગ્રામજનોમાં ભારે આક્રોશ

ખેતરોમાં રહેતા સેંકડો પરિવારો ગામ વિહોણા બન્યા

રેલવે દ્વારા 3 રસ્તાઓ લોખંડના બેરિકેટ મારી બંધ કરાયા 

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જેનાલ ગામમાં રેલવે તંત્રની કથિત મનમાની સામે ગ્રામજનોમાં ભારે રોષ ભભૂકી ઊઠ્યો છે. જેનાલ ગામથી રેલવે સ્ટેશન થઈને સોલંકી વાસ તરફ જતો વર્ષો જૂનો અવરજવરનો માર્ગ રેલવે તંત્ર દ્વારા અચાનક બંધ કરી દેવામાં આવતાં ખેતરોમાં વસવાટ કરતા ૬૦૦થી વધુ પરિવારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે અને ગામ સાથેનો સંપર્ક તૂટી જતાં વિહોણા બન્યા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.

આ રસ્તો બંધ થવાથી સ્થાનિક વ્યવહાર અને જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. સોલંકી વાસમાં આવેલી પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૪ માં ભણતા ૭૦ થી વધુ માસૂમ ભૂલકાંઓને શાળાએ જવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. બીજી તરફ, મોટાભાગના ખેડૂતો પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા હોવાથી તેઓ ડેરીમાં દૂધ ભરવા પણ જઈ શકતા નથી, જેના કારણે આ પરિવારોની રોજીરોટી પર સીધી અસર પડી છે. તેમજ  રેલવે દ્વારા જેનાલથી વરનોડા ગામને જોડતો રસ્તો બંધ કરી દેવાયો હતો, તેમજ ઓગડવાસ અને સોબડવાસ તરફ જતો રસ્તો પણ બંધ કરાતાં ત્યાં રહેતા ૫૦૦ થી વધુ પરિવારો હાલાકી ભોગવી રહ્યા છે. 

આ ગંભીર સમસ્યાને લઈને જેનાલ અને સોલંકી વાસના ગ્રામજનો છેલ્લા ૨૦ વર્ષથી લડત ચલાવી રહ્યા છે અને અગાઉ ડીસા નાયબ કલેક્ટરને પણ લેખિત રજૂઆતો કરી ચૂક્યા છે. વારંવારની રજૂઆતો છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોવાથી, જો તાત્કાલિક ધોરણે અવરજવર માટે વૈકલ્પિક રસ્તો કે અંડરપાસ નહીં ફાળવાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે.

ટેગ્સ:#Banaskantha#Bhildi

સંબંધિત સમાચાર