રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા24 ઑગસ્ટ, 2025| Super Admin

મુડેઠા ગામમાં ચાર મંદિરમાં ચોરી થતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો

મુડેઠા ગામમાં ચાર મંદિરમાં ચોરી થતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો
મંદિરમાં ચોરી કરતા તસ્કરોના CCTV ફૂટેજ સામે આવ્યા ભીલડી વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે. થોડા દિવસ અગાઉ  પટણીવાસમાં રૂપિયા ૪.૫૦ લાખની ચોરીનો બનાવો બનવા પામ્યો હતો ત્યારે ભીલડી વિસ્તારમાં વધુ એક ચોરીનો બનાવ બનવા પામ્યો છે. આ અંગેની મળતી વિગતો પ્રમાણે, ભીલડીના મુડેઠા ગામમાં ગતરાત્રિના સમયે કોઈ અજાણ્યા તસ્કરોએ ગામમાં આવેલા શ્રી નકળંગ ભગવાન, શ્રી બ્રહ્માણી માતાજી તેમજ મેલડી માતાજી અને ઓગડ મહારાજના મંદિરોને નિશાન બનાવી મંદિરમાંથી ઘોડા ચોદીના, મુગુટ, અને દાન પેટી તોડીને રોકડ રકમ ની ચોરી કરીને અજાણ્યા શખ્સો ફરાર થયા છે. પરંતુ મંદિરોમાં ચોરી કરતા તસ્કરોના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં ૨૨ ઓગસ્ટની રાત્રે ૩:૨૫ મિનિટે મંદિરમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં બંને તસ્કરોની હરકત કેદ થઈ છે. આ અગાઉ પણ મુડેઠા ગામમા આવેલા શ્રી નાગણેશ્વરી માતાજી અને શ્રી જોગણી માતાજીના મંદિર તેમજ‌ શ્રી ભૈરવદાદા મંદિરે પણ  ચોરી થવા પામી હતી તેની પણ કોઈ ફરિયાદ ન થતા તસ્કરોને ફરી એકવાર મોકળું મેદાન મળી જવા પામ્યુ છે. ત્યારે ફરી ચોરીની ઘટનાને કારણે ગ્રામજનોમાં ફ્ફડાટ ફેલાયો છે. આ બાબતે ભીલડી પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ અરજી આપવામાં આવી છે. પરંતુ પોલીસ ઊંડી તપાસ કરી તસ્કરોને ઝડપી પાડવામાં આવે તેવી ગામ લોકોની માંગ ઉઠવા પામી છે.    

સંબંધિત સમાચાર