રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
પાટણ14 જુલાઈ, 2025| Super Admin

પાટણ ઓક્સફર્ડ સ્કૂલના વિહાંગ સાલવીએ ગુજરાત સ્ટેટ સ્વીમિંગ સ્પર્ધામાં 5 ગોલ્ડ મેડલ અને ચેમ્પિયન ટ્રોફી જીતી

પાટણ ઓક્સફર્ડ સ્કૂલના વિહાંગ સાલવીએ ગુજરાત સ્ટેટ સ્વીમિંગ સ્પર્ધામાં 5 ગોલ્ડ મેડલ અને ચેમ્પિયન ટ્રોફી જીતી

ગુજરાત સ્ટેટ સ્વિમિંગ સ્પર્ધામાં પાટણ ની ઓક્સફર્ડ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના 13 વર્ષીય વિહાંગ સાલવીએ પાંચ ગોલ્ડ મેડલ સાથે ચેમ્પિયન ટ્રોફી મેળવી શાળા પરિવાર સહિત પાટણ સાલવી સમાજ અને  સમગ્ર જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. તાજેતરમાં અમદાવાદ ખાતે સેવી સ્વરાજ સ્પોર્ટ્સ ક્લબ ખાતે આયોજિત ગુજરાત સ્ટેટ જુનિયર અને સિનિયર સ્વિમિંગ ચેમ્પિયનશિપ્સ સ્પર્ધામાં પાટણની ઓક્સફર્ડ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલના 13 વર્ષીય વિહાંગ સાલવીએ અંડર 14 ગ્રુપમાં ભાગ લઈ તેની તરણ ક્ષમતા અને પ્રતિભાના દશૅન કરાવી ગુજરાત સ્ટેટ લેવલની આ સ્પર્ધામાં તેને 200, 400, 800 અને 1500 મીટર ફી સાથે 200 મીટર બેક સ્ટ્રોક  સ્પર્ધામાં વિજેતા બની પાંચ ગોલ્ડ મેડલ સાથે ચેમ્પિયન ટ્રોફી હાંસલ કરી સ્વિમિંગ ક્ષેત્રે પાટણની ઓક્સફર્ડ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ સહિત સાલવી પરિવાર અને પાટણ જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. વિહાંગ સાલવી હાલ અમદાવાદમાં સેવી સ્વરાજ સ્પોર્ટ્સ કલબમાં કોચ કમલેશભાઈ નાણાવટી અને ધૃવભાઈના માગૅદશૅન હેઠળ સ્વિમિંગનું કોચિંગ લઇ રહ્યો હોવાનું તેના પિતા આશિષભાઈ સાલવીએ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર