રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
વાવ-થરાદ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | થરાદ

વાવ-થરાદ એલ.સી.બી. એક્શનમાં: ઢીમા-સપ્રેડા રોડ પરથી વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

વાવ-થરાદ એલ.સી.બી. એક્શનમાં: ઢીમા-સપ્રેડા રોડ પરથી વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

એલ.સી. બી.પોલીસે પીછો કરી રહેલી દારૂ ભરેલી ગાડી કાંટાની વાડમાં ઘુસી ગઈ

વાવ-થરાદ એલસીબી ટીમ દ્વારા  એક મોટી કાર્યવાહી હાથ ધરી ઢીમા સ્પ્રેડા રોડ પર રનિંગ ક્રેટા કારનો પીછો કરી ગાડી ઝડપી પાડી હતી..જેમાંથી તલાશી કરતાં ભારતીય બનાવટના વિદેશી દારૂની ૧,૩૪૪ બોટલો મળી આવી હતી. જાણવા મળતી વિગતો મુજબ આ વિદેશી દારૂની કિંમત: રૂ. ૩,૬૮,૬૪૦/ ક્રેટા કારની કિંમત: રૂ. ૧૦,૦૦,૦૦૦/ કુલ મુદ્દામાલ: રૂ. ૧૩,૬૮,૬૪૦/- નો ઝડપી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળ ની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.વધુ જાણવા મળતી વિગત મુજબ આ દારૂની હેરાફેરી દરમિયાન ગાડી નો પીછો કરતાં ગાડીના ચાલકે ગાડીના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા (ગાડી) કાર કાંટાળી વાડમાં ફસાઈ ગઈ હતી પોલીસ ઘટના સ્થળે પહોંચી ચુકે ત્યા સુધીમાં કાર ચાલક આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ વાવ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમગ્ર કાર્યવાહીમાં પોલીસ મહાનિરીક્ષક  પરીક્ષિતા રાઠોડ સાહેબ તથા જિલ્લા પોલીસ અધિક્ષક  ચિંતન તેરૈયાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર  એ.પી. ચૌધરી અને તેમની ટીમ કામગીરી સરાહનીય બની રહી હતી

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#tharad#foreign liquor

સંબંધિત સમાચાર