રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

વૈશાખી વાયરાનો કહેર: સરહદી પંથકમાં પવનની પંખે ચડી ધૂળની ડમરીઓ!

વૈશાખી વાયરાનો કહેર: સરહદી પંથકમાં પવનની પંખે ચડી ધૂળની ડમરીઓ!

વાતાવરણમાં ધૂળની ડમરીઓ ઉડી : તાપમાનનો પારો ૪૨.૪ ડીગ્રી સાથે ગરમ પવન ફૂંકાતા લુ ની અસર 

પવનના કારણે ઊભેલી બાજરી સહિત ના ખેતીના પાકો પર વ્યાપક અસર

સરહદી વિસ્તાર વાવ થરાદ અને બનાસકાંઠા જિલ્લામાં પડી રહેલી કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે ત્યારે ગુરુવાર સરહદી વિસ્તારમાં ૧૪ કિ.મીની ઝડપે ફૂંકાયેલા પવનને કારણે આકાશમાં રેતીનું ઉડાણ ચડયું છે. રણની કાંધી પર આવેલા વાવ થરાદ અને બનાસકાંઠા જિલ્લામાં પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ આકાશમાં ચડી હતી સાથે ગરમ પવન ફૂંકાતા લુ ની પણ અસરના પગલે અંગ દઝાડતી ગરમીનો સામનો પ્રજાજનોને કરવો પડી રહ્યો છે સાથે વૈસાખી વાયરાઓની પણ સિઝનને  લઇ પવનની ગતિ વધતાં ઉનાળુ સીઝનમાં થયેલ બાજરીના પાકને વ્યાપક અસર જોવા મળી રહી છે. આમ બદલાતા વાતાવરણ વચ્ચે લોકોના સ્વાસ્થ્ય સાથે ખેતીના પાકોને પણ તેની  અસર વર્તાઈ રહી છે.

ડીસામાં ગરમીનો પારો  ૪૨ ૪ ડીગ્રી નોંધાયો

છેલ્લા બે-ત્રણ દિવસથી સતત ઊંચકાઈ રહેલો ગરમીનો પારો ૦.૨ ડીગ્રી ના વધારા સાથી ૪૨.૪ નોંધયો હતો અને વાતાવરણમાં પવન નિ ગતિનું પ્રમાણ વધતાં લુ ની અસર જોવા મળી હતી જો કે હવામાન નિષ્ણાતોના મતે આજથી ગરમીથી રાહત મળવાની શક્યતા રહેલી છે

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર