રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

બનાસકાંઠા જિલ્લામાં ભરઉનાળે કમોસમી વરસાદ થવાનું અનુમાન

બનાસકાંઠા જિલ્લામાં ભરઉનાળે કમોસમી વરસાદ થવાનું અનુમાન
કમોસમી વરસાદ થવાની શક્યતાઓને લઇ ખેડૂતોમાં ચિંતાનો માહોલ; બનાસકાંઠા જિલ્લામાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે ફરી એકવાર વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતાઓ જોવાઈ રહી છે આગામી ૮ મે સુધી જીલ્લામાં છુટો છવાયા સ્થળો પર હળવાથી ભારે વરસાદ  સાથે ગાજવીજ અને ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. જેને લઇ ખેડૂત વર્ગ સહિત આમ પ્રજાજનોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે મે મહિનાના પ્રારંભે જ બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતના જુદા-જુદા વિસ્તારોમાં કડાકા-ભડાકા સાથે માવઠુ થવાની શક્યતાઓ રહેલી છે. જેને લઈને આગાહીના દિવસો દરમિયાન ૩૦ થી ૪૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની હવામાન વિભાગે આગાહી કરી છે. તા.૩થી ૯ મે સુધી બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતાઓ રહેલી છે. બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાત જિલ્લામાં કમોસમી વરસાદ થવાની વકી છે. ગુજરાત પર  સિસ્ટમ આવતા  જુદા-જુદા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે. હવામાન વિભાગે ૩ થી ૬ મે સુધી ૩૦ થી ૪૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે. જેના કારણે હવામાનમાં પલટો આવવાની શરૂઆત થશે અને ચાર દિવસ સુધી બનાસકાંઠા જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ રહી શકે છે. કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થવાની અને આંધી ફૂંકાવાની પણ શક્યતાઓ રહેલી છે પિ-મોન્સૂન એક્ટિવિટી હેઠળ વધુ વરસાદ થાય તો તૈયાર ઉનાળુ પાકને નુકસાન થઈ શકે છે. બીજી તરફ ભારે પવન ફૂંકાય તો બાગાયતી પાકો અને કેરીના પાકને પણ નુકસાન થવાનો ભય રહેલો છે. કમોસમી વરસાદ અને પવનના કારણે ખેતીના પાક પર સંકટ હવામાન વિભાગ દ્વારા કરેલી આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં આગામી ૯ મે સુધી ભારે પવન સાથે મધ્યમથી હળવો વરસાદ થવાની શક્યતાઓને લઇને ખેતીના ઉભા પાકો સહિત ખેતરમાં કરેલા પાકોને પણ નુકસાન થવાની દહેશત જોવા મળી રહી છે. જેમાં ઉનાળુ બાજરી સહિતના પાકોને અસર થઈ શકે તેમ છે જેને લઇ ખેડૂત વર્ગમાં પણ ચિંતા જોવા મળી રહી છે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર