રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ભટામલ મોટી ગામે પેટ્રોલપંપ ઉપર લૂંટ કરનારા અજાણ્યા શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ

ભટામલ મોટી ગામે પેટ્રોલપંપ ઉપર લૂંટ કરનારા અજાણ્યા શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ
પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી; પાલનપુર તાલુકાના ભટામલ મોટી ગામના પેટ્રોલપંપે ગુરૂવારે રાત્રે બાઇક લઈને ચાર અજાણ્યા શખ્સો પેટ્રોલ પુરાવવા આવ્યાં હતાં. જેમણે કુહાડીની અણીએ પેટ્રોલ પંપના કર્મચારી પાસેથી 25 હજારની લૂંટ કરી ફરાર થઇ ગયાં હતાં. જે ફરાર શખ્સો પેટ્રોલ પંપ ઉપર લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા પોલીસે સીસીટીવી કુટેજના આધારે આ લૂંટ કરનારા અજાણ્યાં શખ્સોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. પાલનપુર તાલુકાના ભટામલ મોટી ગામના વિક્રમભાઈ નરસિંહભાઈ ઠાકોર પેટ્રોલ પંપ ઉપર નોકરી કરે છે. જે ગુરુવારે મોડી રાત્રે પેટ્રોલ પંપ ઉપર હતા. ત્યારે રાત્રિના 3:20 કલાકે બાઈક ઉપર આવેલ અજાણ્યા ચાર શખ્સોએ 50 રૂપિયાનું પેટ્રોલ પુરાવ્યું હતું અને 500 રૂપિયાની નોટ આપી હતી. વિક્રમભાઈએ બાકીના નાણાં પરત આપવા ખિસ્સામાંથી રૂપિયા કાઢતાં આ શખ્સો પૈકી એક જણાએ તેમને બાથમાં પકડી લીધા હતાં. બીજાએ ગળા ઉપર કુહાડી મૂકી રૂપિયા 25 હજારની લૂંટ કરી ફરાર થઈ ગયા હતાં. જ્યાં વિક્રમભાઈએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતાં પોલીસે સીસીટીવી કુટેજને આધારે બાઇક તેમજ અજાણ્યાં શખ્સોને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર