રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા12 માર્ચ, 2026| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ઊંઝા નગરપાલિકાનું રૂપિયા 8.27 કરોડનું પુરાંતવાળું બજેટ સર્વાનુમતે મંજૂર

ઊંઝા નગરપાલિકાનું રૂપિયા 8.27 કરોડનું પુરાંતવાળું બજેટ સર્વાનુમતે મંજૂર
સામાન્ય સભામાં વિવિધ મુદ્દે ચર્ચા કરાઈ ઊંઝા નગરપાલિકાની ખાસ સાધારણ સભા સાંજે ઊંઝા પાલીકાના સભાખંડમાં પાલિકા પ્રમુખ જીગ્નાબેન ડી.પટેલ મિલનના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં રૂ 8.27 કરોડની પુરાંતવાળુ બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. ઊંઝા નગરપાલિકા ખાતે યોજાયેલ સામાન્ય સભામાં પાછલી સભાની કાર્યવાહીને બહાલી આપવામાં આવી હતી. તેમજ કારોબારી કમિટી સહિત અન્ય કમિટીઓના ઠરાવ વાંચાણે લીધી હતી. તેમજ સને 2026-27નું વાર્ષિક અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં કુલ આવક 114.85 કરોડ જ્યારે ખર્ચ 106.58 કરોડ તેમજ 8.27કરોડની પુરાંતવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. કુલ આવક 56.57 કરોડના વિકાસના વિવિધ કાર્યો કરવામાં આવશે. આ ઉપરાંત શહેરમાં વિકાસને લગતા વિવિધ કામો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સભામાં પાલિકા પ્રમુખ જીગ્નાબેન પટેલ, ચીફ ઓફિસર રવિકાન્ત પટેલ, રાજુભાઈ પટેલ એન્જિનિયર, એસ.આઈ ભાવેશભાઈ દરજી સહિત કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા.    

સંબંધિત સમાચાર