ઊંઝા નગરપાલિકા ખાતે આવેલા સભાખંડમાં ઊંઝા પાલિકાની સાધારણ સભા યોજાઈ હતી. જેમા શહેરમાં વિવિધ વિકાસના કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. ઊંઝા નગરપાલિકાની સાધારણ સભા પાલિકા પ્રમુખના અધ્યક્ષ સ્થાને મળી હતી. સંસ્થાની પાછલી સભાની કાર્યવાહીની નોંધ લઈ વંચાણે લેવામાં આવી હતી. આઇકોનિક રસ્તાના વિકાસ માટે ગ્રાન્ટની ફાળવણી, અમૃત 2.0 ગામ તળાવ બ્યુટિફિકેશન, ઊંઝા પાલિકાને અ વર્ગમાં મળતી ગ્રાન્ટ, માર્ગ અને મકાન વિભાગ મહેસાણા દ્રારા મહેસાણા પાલનપુર ઓવરબ્રિજ નીચે પાર્કિંગની જગ્યાનું ઓ અને એમ નગરપાલિકાને સુપ્રત કરવા, તેમજ સંસ્થાના વય મર્યાદાના કારણે નિવૃત થતા કર્મીને લાભ આપવા સહિત રોડ રસ્તા પાણી ગટર સહિતના વિકાસના કામો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સભામાં ચીફ ઓફિસર રવિકાન્ત પટેલ સહિત પાલિકાના કોર્પોરેટર ઉપસ્થિત રહ્યા હતા.
ઊંઝા નગરપાલિકાની સાધારણ સભા યોજાઈ; વિવિધ વિકાસના કામો સર્વાનુમતે મંજૂર કરાયા

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#infrastructure development#Development Works#Unjha Municipality#General Meeting#Unanimous Approval#Municipality President#Iconic Roads#Village Lake Beautification#Mehsana Palanpur Overbridge#Parking Space Transfer#Municipal Corporators#Water and Sewerage Projects
સંબંધિત સમાચાર
મહેસાણાઊંઝા તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
16 કલાક પહેલા
મહેસાણામહેસાણા: ભેળસેળયુક્ત ખોળના વિવાદ બાદ 5 ગોડાઉનમાં તંત્રના દરોડા, કરોડોનો જથ્થો સીઝ
4 દિવસ પહેલા
મહેસાણાઊંઝા ગંજબજારમાં ઈસબગુલમાં જીએસટી દર શૂન્ય ટકા કરતા વેપારીઓમાં ખુશી
1 અઠવાડિયા પહેલા
મહેસાણાખેરાલુના લુણવા ગામે ગોગામહારાજ મંદિરમાં ત્રાટક્યા તસ્કરો: 11 લાખના મુદ્દામાલની ચોરી
1 અઠવાડિયા પહેલા
