રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

મહેસાણાના જગુદણ-લીંચ રોડ પરથી ચાઈનીઝ દોરીના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

મહેસાણાના જગુદણ-લીંચ રોડ પરથી ચાઈનીઝ દોરીના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

ઉત્તરાયણ પર્વ નજીક આવતા જ પોલીસ દ્વારા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેચાણ અને હેરફેર પર કડક વલણ અપનાવવામાં આવ્યું છે. આ ઝુંબેશના ભાગરૂપે મહેસાણા તાલુકા પોલીસે બાતમીના આધારે જગુદણથી લીંચ જતા રોડ પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થતા બે શંકાસ્પદ ઈસમોની તપાસ કરતા તેમની પાસેથી જીવલેણ ગણાતી પ્રતિબંધિત નાઈલોન/ચાઈનીઝ દોરીના 50 નંગ રીલ મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂ. 30,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી બંને ઈસમોની અટકાયત કરી છે. આ મામલે પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ચાઈનીઝ દોરી અને તુક્કલના વેચાણ પર પ્રતિબંધ આગામી ઉત્તરાયણ પર્વને અનુલક્ષીને મહેસાણા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જીવલેણ ચાઈનીઝ દોરી અને તુક્કલના વેચાણ પર પ્રતિબંધ મુકતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામાના કડક અમલ અને અસરકારક કામગીરી માટે મહેસાણા પોલીસ ઇન્સ્પેક્ટર ડી.જી. બડવાએ આપેલી સૂચનાના આધારે મહેસાણા પોલીસે સઘન પેટ્રોલીંગ હાથ ધર્યું હતું. જે અંતર્ગત મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. આર.આર. રાઠોડ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન આ.પો.કોન્સ. ચેતનભાઇ સોમાભાઇ તથા અ.પો.કોન્સ. ગૌરવકુમાર બાબુભાઇને સંયુક્ત બાતમી મળી હતી. પ્લાસ્ટિકની થેલીમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો હતો બાતમી મુજબ બે ઈસમો જગુદણ-કોચવા બ્રિજ નીચેથી લીચ તરફ જતા રોડ પર બાઈક પર પ્લાસ્ટિકની થેલીમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો લઈને પસાર થવાના છે.બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળા બે ઈસમો બાઈક પર આવતા તેમને રોકી તપાસ કરતા તેમની પાસેથી "WELYN MENO GERMAN TECHNOLOGY ફોર ઇન્ડસ્ટ્રીયલ યુજ ઓન્લી" ના માર્કાવાળી પ્રતિબંધિત નાઈલોન,ચાઈનીઝ દોરીની 50 રીલ મળી આવી હતી. બંને આરોપીઓની અટકાયત પોલીસે જાહેરનામાનો ભંગ કરવા બદલ બંને આરોપીઓની અટકાયત કરી છે અને તેમની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 223, 54 તથા ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ 131 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 80 હજારનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો પોલીસે હાલમાં રાવળ સહદેવ વાસુભાઇ (ઉ.વ. 21) રાવળ કરણકુમાર અશોકભાઇ (ઉ.વ. 20) બંને રહે. પરબતપુરા રાવળવાસ, તા. માણસા, જિ. ગાંધીનગર વાળાને ઝડપી તેઓની પાસેથી નાઈલોન ચાઈનીઝ દોરીના રીલ નંગ-50 કિંમત રૂ 30 હજાર,હિરો સ્પ્લેન્ડર પ્લસ બાઈક કિંમત 50 હજાર મળી કુલ 80 હજારનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે.      

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર