રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ22 ડિસેમ્બર, 2025| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણના રૂની પાસેથી રૂ.1.50 લાખના ગાંજાના જથ્થા સાથે 2 શખ્સો ઝડપાયા

પાટણના રૂની પાસેથી રૂ.1.50 લાખના ગાંજાના જથ્થા સાથે 2 શખ્સો ઝડપાયા

પાટણ-સિદ્ધપુર હાઈવે રોડ ઉપર રૂની ગામ પાસેથી પાટણ એસઓજી પોલીસે બાઈક પર રૂ.1.50 લાખનાં ગાંજાનો જથ્થો લઈને આવી રહેલાં બે શખ્સોને પકડી પાડ્યા છે. અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પાટણ-સિદ્ધપુર હાઈવે રોડ ઉપર રૂની ગામ નજીક સ્વામિનારાયણ ધામ આગળ પાટણ એસઓજીની ટીમ વાહન ચેકિંગમાં હતી તે વખતે એક શંકાસ્પદ પલ્સર પર બે શખ્સો સીતાપુર તરફથી પાટણ તરફ આવતા હતા પોલીસે તે બાઈક ઉભું રખાવી ચેક કરતાં તેમની પાસેના થેલા માંથી રૂ.1.50 લાખનો 3,004 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે જીગ્નેશકુમાર રજનીકાંત પરમાર અને નરેશકુમાર સવજીભાઈ સોલંકીને ગાંજાના જથ્થા સાથે પકડી પાડી તેમની સામે બાલીસણા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું છે આ શખ્સો ગાંજાનો જથ્થો પોશીના બાજુ આવેલા વલસાડી ગામ પાસેથી અરજણ બુબડીયા નામના શખ્સ પાસેથી રૂ.26,000માં લાવ્યા હતાં. અને પાટણમાં છૂટકમાં વેચાણ કરવાના હતા. તેઓ અગાઉ પણ બે વખત ગાંજાનો જથ્થો લાવી ચૂક્યા છે.પેડલરો છૂટકમાં રૂ.100 થી 200ની પડીકીઓ બનાવી ગાંજાનું વેચાણ કરતા હોય છે. છેલ્લા 8 માસમાં એસઓજી પોલીસે ગાંજા સાથે છ પેડલરો પકડ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.    

સંબંધિત સમાચાર