સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આવેલી નવી સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાંથી રિક્ષાના ટાયર ચોરતા બે શખ્સોને સિક્યોરિટી જવાનોએ ઝડપી પાડ્યા હતા. આ બંનેને સિવિલની પોલીસ ચોકીને સોંપવામાં આવ્યા હતા. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના પરિવારજનોની અવરજવરને કારણે પાર્કિંગમાં ટુ-વ્હીલર, ફોર-વ્હીલર અને રિક્ષાઓ મોટી સંખ્યામાં પાર્ક થયેલી હોય છે. આ પાર્કિંગમાં બે શખ્સો એક રિક્ષાની આસપાસની અન્ય બે રિક્ષાઓમાંથી એક પછી એક ટાયર કાઢીને પોતાની રિક્ષામાં મૂકી રહ્યા હતા. સિક્યોરિટી જવાનોએ આ ચોરી કરતા શખ્સોને રંગેહાથ પકડી પાડ્યા હતા. પૂછપરછ દરમિયાન, તેઓએ રિક્ષામાંથી ટાયર ચોર્યા હોવાનું કબૂલ્યું હતું. ત્યારબાદ બંનેને પકડીને સિવિલ પોલીસ ચોકીમાં સોંપવામાં આવ્યા હતા. એ ડિવિઝન પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
હિંમતનગર સિવિલ પાર્કિંગમાંથી રિક્ષાના ટાયર ચોરતા બે ઝડપાયા

સંબંધિત સમાચાર
સાબરકાંઠાહિંમતનગર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખની અધ્યક્ષતામાં ‘શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ’ યોજાયો
2 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠામાં સ્વાઈન ફ્લૂનો હાહાકાર: ૩ તાલુકામાં ૪ કેસ પોઝિટિવ, ૨ દર્દીના મોત
4 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠાના ભોલેશ્વર અને સપ્તેશ્વર મહાદેવ મંદિરે સ્વચ્છતા અભિયાન યોજાયું
6 દિવસ પહેલા
સાબરકાંઠાઈડર નાગરિક સહકારી બેંકમાં 'ગુલાબ પેનલ'નો ઐતિહાસિક વિજય: નવા સુકાનીઓની સર્વાનુમતે વરણી
6 દિવસ પહેલા
